સાળંગપુરધામ ખાતે “કિંગ ઓફ સાળંગપુર” મૂર્તિ પર 5 હજાર કિલો પુષ્પની વર્ષા કરવામાં આવી - At This Time

સાળંગપુરધામ ખાતે “કિંગ ઓફ સાળંગપુર” મૂર્તિ પર 5 હજાર કિલો પુષ્પની વર્ષા કરવામાં આવી


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા
કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” મહોત્સવ એવં લોકડાયરો, દાદાને વિશેષ 15 કિલો ચાંદીના 1 લાખ 8 હજાર હીરાજડિત વાઘા ધરાવી, પુષ્પવર્ષા વિગેરે કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન તા.22 એપ્રિલ 2024ના રોજ કરવામાં આવ્યું હતું પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની “કિંગ ઓફ સાળંગપુર” મૂર્તિ પર 5 હજાર કિલો પુષ્પની વર્ષા સાંજે 6.00 કલાકે કરવામાં આવી તો 22 એપ્રિલ એટલે કે, સોમવારના રોજ 54 ફૂટ ઊંચી હનુમાનજીની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર 5,000 કિલો પુષ્પનો અભિષેક સાંજે 6.00 કલાકે આવી હતી આ માટે 3 થી 4 પ્રકારના પુષ્પો વડોદરા અમદાવાદ અને ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશથી મંગાવ્યા હતા પુષ્પાભિષેક કરવા માટે 16 ટનની ક્રેન વડે 80 ફૂટ ઉપર 15x25નું સ્ટેજ બનાવાયું હતું. જ્યાંથી સંતો અને યજમાનો દાદાનો પુષ્પાભિષેક કરવામાં આવ્યો હતો આ પછી અમેરિકન ગોટ ટેલેન્ટ વિજેતા ડાન્સ ગ્રુપ દ્વારા ભવ્ય ડાન્સરજુ કરવામાં આવશે. કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ સમક્ષ અનેક પ્રકારની અગ્નિઓથી પૂજન એવમ્ મહાઆરતી કરવામાં આવી, મહાઆરતીમાં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો, ભક્તો, યજમાનશ્રીઓ અને સ્વયંસેવકો ભાવપૂર્વક જોડાયા હતા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.