શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું 555 કિલો ફુલો દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી હનુમાન જન્મોત્સવ અંતર્ગત તારીખ 21-04-2024ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ઓર્કિડ ફુલોનો દિવ્ય શણગાર તથા શ્રી કષ્ટભંજનદેવ દાદાનું 555 કિલો ફુલો દ્વારા ભવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવેલ ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાની પ્રજાના કષ્ટોને નિરંતર દૂર કરે છે, જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે, જેઓ વેદોના રહસ્યો જાણે છે, ત્યાર બાદ શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાન કરીને પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.જેમ રાજાને પણ સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે વિવિધ સંગીતનાં સાધનો વડે શાસ્ત્રીય સંગીત રજૂ કરવામાં આવે છે અને નર્તકો પણ નૃત્ય કરીને હનુમાનજી મહારાજને ખુશ કરે છે.વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે 555 કિલોથી વધુ ગુલાબ વિગેરે ફુલોની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના પુષ્પવર્ષા પણ જોવાલાયક બની જાય છે સાંજે 04: 00 વાગ્યે રાજોપચાર પૂજન અંતર્ગત શ્રી નિલકંઠ મહાદેવ મંદિરથી શોભાયાત્રા નાસિક ઢોલની સાથે વાજતે-ગાજતે મંદિરમાં પહોચી હતી, ત્યારબાદ શ્રી કષ્ટભંજનદેવ દાદાનું ભવ્યાતિભવ્ય રાજોપચાર પૂજન દક્ષિણ ભારતના વિદ્વાન પંડિતો દ્વારા વેદોક્ત વિધિ સાથે સંતો દ્વારા કરવામાં આવ્યું હતું. દાદાને ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ અને વાંસળી,સિતાર.ઢોલ,તબલા વિગેરે સંગીતમય વાદ્યોની સાથે સમગ્ર મંદિરનું વતાવરણ રમણીય બની ગયું હતું પૂજન -અર્ચન-અભિષેક-555 કિલોથી વધુ ગુલાબ વિગેરે ફુલોની પાંખડીઓની પુષ્પવર્ષા કર્યા બાદ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા 7:00 કલાકે રાજોપચાર પૂજનની મહાઆરતી કરવામાં આવી હતી સાથો સાથ યજમાનને રૂડા આશીર્વાદ આપ્યા હતા દાદાના ભક્તોએ આ અનેરા દર્શનનૉ પ્રત્યક્ષ તેમજ દેશ-વિદેશમાં વસતા દાદાના તમામ ભક્તજનોએ ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..
બોટાદ બ્યુરો :ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.