વઢવાણ તાલુકાના દેદાદરા ગામના પાટિયા પાસેથી આઈસર ટ્રકમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને દબોચી લીધો.
વિદેશી દારૂની બોટલો નંગ 1860 કિ.રૂ.8,57,890 તથા આઈસર ટ્રક સહિત કુલ મળીને રૂ.18,06,090 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ બી એલ રાયજાદા સાહેબે એલસીબીના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઇવે રોડ પર પેટ્રોલીંગ હાથ ધરી, અમુક વાહનો વીદેશી દારૂનો જથ્થો ભરી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય તે અંગે ચોકકસ હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના માર્ગદર્શન કરેલ, જે અન્વયે એલસીબી ટીમના એએસઆઈ રામદેવસિંહ ઝાલા,પરીક્ષિતસિંહ, ગોપાલસિંહ ઝાલા, વિજયસિંહ બોરાણા સહીત સમગ્ર ટીમ દ્વારા ચોકકસ બાતમી હકીકત મેળવી વીરમગામ સુરેન્દ્રનગર નેશનલ હાઇવે પર દેદાદરા ગામના પાટીયા પાસે એક આઇશર વાહનમાંથી છુટક કાર્ટનની આડમાં આડમાં લઇ જવાતો ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો વિદેશી દારૂ જેમા, ગ્રીન લેબલ એક્ષ્પોર્ટ સ્પેસીયલ ધ રીચ બ્લેન્ડ વ્હિસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કંપની કાચની સીલ બંધ 750 એમ.એલ.ની કુલ બોટલ નં.323 કી.રૂ. 1,09,820, રોમાનોવ વોડકા ઓરેન્જ ફ્લેવર ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કંપની કાચની સીલ બંધ ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નં.1224 કી.રૂ.5,56,920, ડી.એસ.પી.બ્લેક ક્લાસીક વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કંપની કાચની સીલ બંધ 750 એમ.એલ.ની કુલ બોટલ નં.214 કી.રૂ.1,07,000, એન્ટીકયુટી બ્લુ અલ્ટ્રા પ્લેટીયમ વ્હીસ્કી, ફોર સેલ રાજસ્થાન ઓન્લી
લખેલ કંપની કાચની સીલ બંધ 750 એમ.એલ.ની કુલ બોટલ નં.99 કી.રૂ.84,150 ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે, લીલા કલરના જાલાણી જલજીરાના બોક્ષ નં37 કી.રૂ.3700 ખાખી કલરના પુઠામા જાલાણી જલજીરાના બોક્ષ નં.55 કી.રૂ.5500 JALANI એન્ટરપ્રાઇઝ લીમીટેડ ના પેકેજ કોથળા પાર્સલ નં 160 કી.રૂ.32,000 આઇશર વાહન કી.રૂ. 9,00,000 મળી કુલ રૂ.18,06,090 કીંમતનો મુદામાલ ઝડપી લઇ આરોપી મુકેશભાઇ સ.ઓફ બાબુલાલ કેવરરામ પરીહાર રહે ગામ બીજવાડીયા તા.ઓસીયા જી.જોધપુર થાના મથાનીયા પોસ્ટ ઓફીસ તીવરી રાજસ્થાન વાળાને પકડી પાડેલ છે જે પકડાયેલ આરોપી તથા તપાસમાં ખુલે તે ઇસમો સામે પ્રોહી ધારા મુજબ વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.