સુરેન્દ્રનગર LCB પોલીસે લીમડી વિષ્ણુનગર સોસાયટી પાસેથી ચોરાઉ ત્રણ બાઈક સાથે બે ઈસમો ઝડપાયા. - At This Time

સુરેન્દ્રનગર LCB પોલીસે લીમડી વિષ્ણુનગર સોસાયટી પાસેથી ચોરાઉ ત્રણ બાઈક સાથે બે ઈસમો ઝડપાયા.


સુરેન્દ્રનગરના જીનતાન રોડ પર રહેતા સોહીલ ભીખુભાઈ નરસીદાણી ઉપાસના સર્કલ પાસે મીલેનીયમ પ્લાઝા કોમ્પલેક્ષમાં પીઝા ડોટ કોમ નામની રેસ્ટોરન્ટ ચલાવે છે ગત તા. 10 મીએ બપોરે તેઓ પોતાના રેસ્ટોરન્ટે ગયા હતા અને બહાર પોતાનું બાઈક પાર્ક કર્યુ હતુ જયારે તેઓને સુરેન્દ્રનગર બજારમાં કામ અર્થે જવાનું હોવાથી ત્રણેક વાગે તેઓએ આવીને જોતા બાઈક નજરે પડયુ ન હતુ આથી આસપાસ શોધખોળ કરવા છતાં બાઈક ન મળી આવતા અંતે તેઓએ બી ડીવીઝન પોલીસ મથકે તા. 18 મીએ રાત્રે રૂપીયા 35 હજારની કિંમતનું બાઈક અજાણ્યા શખ્સો ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી આ બનાવની ફરિયાદ નોંધાતા જ એલસીબી ટીમ હરકતમાં આવી હતી અને પીએસઆઈ બી એલ રાયઝાદાની સુચનાથી સ્ટાફના આર જી ઝાલા, ગોપાલસીંહ, સાહીલભાઈ સહિતના ઓએ સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા લીંબડીના વિષ્ણુનગરમાં રહેતા વિજય અને મયુર અશોકભાઈ રાઠોડે આ બાઈક ચોર્યુ હોવાની જાણ થઈ હતી આથી પોલીસે લીંબડીમાં વોચ રાખીને સૌપ્રથમ વિજયને ઝડપી લીધો હતો જેની પુછપરછમાં બીજા બે ચોરીના બાઈકની માહીતી મળી હતી આથી આ બાઈકો સાથે મયુરને પણ ઝડપી લેવાયો હતો પોલીસ દ્વારા બન્નેને રૂ. 1.50 લાખની કિંમતના ત્રણ બાઈક સાથે પકડી પાડી હાલ લીંબડી પોલીસના હવાલે કરાયા છે જેમાં સુરેન્દ્રનગર ઉપરાંત આ બન્ને આરોપીઓએ અમદાવાદના અમરાઈવાડી અને એલીસ બ્રીજમાંથી પણ બાઈક ચોર્યાનું સામે આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.