આરબીઆઈ હવે PoS પેમેન્ટ કંપનીઓનું નિયમન કરવા પગલાં લેશે, જે ટ્રાન્જેક્શનને વધુ સુરક્ષિત બનાવશે - At This Time

આરબીઆઈ હવે PoS પેમેન્ટ કંપનીઓનું નિયમન કરવા પગલાં લેશે, જે ટ્રાન્જેક્શનને વધુ સુરક્ષિત બનાવશે


આરબીઆઈ પાઈન લેબ્સ, ઈનોવિટી, એમસ્વાઈપ જેવી પીઓએસ પેમેન્ટ કંપનીઓનું નિયમન કરવા માટે પગલાં લેશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેઝોરપે અને કેશફ્રી જેવા ઓનલાઈન પેમેન્ટ એગ્રિગેટર્સ માટે માર્ગદર્શિકા જારી કર્યા બાદ પોઈન્ટ ઓફ સેલ પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ (PA-P)નું નિયમન કરવા નિયમો ઘડવાની જાહેરાત કરી છે.

રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, કંપનીએ પીઓએસની સેવાઓ આપવા માટે 31 મે, 2025 સુધીમાં આરબીઆઈની મંજૂરી લેવી પડશે. જો સત્તાવાર મંજૂરી ન મળે તો તેમની આ સેવા પર પ્રતિબંધ લાદવામાં આવશે. મર્ચન્ટ પેમેન્ટ એગ્રિગેટર્સે માર્ગદર્શિકાઓ જારી કર્યાની તારીખના 60 દિવસમાં સેવાઓ પ્રદાન કરવા મંજૂરી લેવાની રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.