સાબરકાંઠા તુષાર ચૌધરીએ ઉમેદવારી પત્ર ભર્યું સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સભા બાદ રેલી સ્વરૂપે સમર્થકો સાથે બહુમાળી પહોંચ્યા - At This Time

સાબરકાંઠા તુષાર ચૌધરીએ ઉમેદવારી પત્ર ભર્યું સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સભા બાદ રેલી સ્વરૂપે સમર્થકો સાથે બહુમાળી પહોંચ્યા


સાબરકાંઠા 05 લોકસભા બેઠક પર હિંમતનગરમાં કોંગ્રેસના ઉમેદવારે આજે સભા બાદ રેલી સ્વરૂપે સમર્થકો સાથે બહુમાળી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

હિંમતનગરમાં આજે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ સહકારી જિન વિસ્તારમાં અશોક વાટિકામાં સભા યોજાઈ હતી. કોંગ્રેસની યોજાયેલી વિજય સંકલ્પ રેલીમાં લોકસભાના ઉમેદવાર તુષાર ચૌધરી સભાસ્થળેથી શક્તિ પ્રદર્શન કરતાં નામાંકન કરવા માટે નીકળ્યા. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ હતું.

રિપોર્ટર હસન અલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.