બાયડ માં આવેલા રામ ના તળાવ કિનારે આવેલું અંબે માં નું મંદિર આસ્થાનું પ્રતિક. - At This Time

બાયડ માં આવેલા રામ ના તળાવ કિનારે આવેલું અંબે માં નું મંદિર આસ્થાનું પ્રતિક.


અરવલ્લી જિલ્લામાં આવેલા પૌરાણિક મંદિરો માં બાયડ ખાતે આવેલા રામના તળાવ કિનારે અંબે માં નું મંદિર અનેક ઞણુ મહત્વ ધરાવે છે. આસ્થા ના પ્રતિક સમા આ માં બાયડ ગામ ના તેમજ આજુ બાજુના ગામડાઓના ભાવિક ભકતો રવિવારે દર્શન અર્થે આવતા હોય છે. હાલ ચૈત્ર નવરાત્રી ચાલતી હોઈ અને આજે આઠમ ના નોરતા નું અનેકગણુ મહત્વ ધરાવે છે. બાયડ ગામના તથા આજું બાજુના લોકો માંઅંબે ના દર્શન કરવા આવતા ભારે ભીડ જોવા મળે છે. અહિ બાજુમાં આવેલા રામના તળાવ ના કારણે આજુ બાજુ નો વિસ્તાર ખૂબ નયનરમ્ય,સુંદર આધ્યાત્મિક વાતાવરણ જોઈ મંદિર માં આવતા ભકતો માંઅંબે ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.બાયડના બ્રામ્હણ સમાજ ના અગ્રણી એવા રાજુભાઈ પુરોહિત ના કુટુંબમાંથી વર્ષોથી માં અંબાના મંદિર ની પૂજા અર્ચના કરવામાં આવે છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.