યુવક સહિત બેના હાર્ટએટેકથી મોત - At This Time

યુવક સહિત બેના હાર્ટએટેકથી મોત


શહેરમાં યુવક સહિત વધુ બે વ્યક્તિના હાર્ટફેઇલ થઇ ગયા હતા. ભગવતીપરાના શિવાજી ચોકમાં રહેતો મહારાષ્ટ્રનો વતની કમલેશ બાબુભાઇ પાટીલ (ઉ.વ.24) રવિવારે સાંજે અચાનક ઢળી પડતાં તેને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કમલેશ બે બહેનનો અેકનો એક ભાઇ હતો. પુત્રનાં મોતથી પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. કમલેશનું હાર્ટએટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. ઉપરાંત 150 ફૂટ રિંગ રોડ પર સાકેતપાર્કમાં રહેતા વિજયભાઇ પોપટભાઇ હિરાણી (ઉ.વ.49) પોતાના ઘરે બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલે લઇ જવાયા હતા પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હાર્ટએટેકથી વિજયભાઇનું મૃત્યુ થયાનું તપાસમાં ખુલ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.