તલોદમાંથી ચોરીના મોબાઈલ સાથે દોલતાબાદ જૂનાવાસના શખ્સને પોલીસે ઝડપી લીધો - At This Time

તલોદમાંથી ચોરીના મોબાઈલ સાથે દોલતાબાદ જૂનાવાસના શખ્સને પોલીસે ઝડપી લીધો


તલોદ પીએસઆઇ અને સ્ટાફ મોબાઇલ ચોરીના આરોપીને શોધી રહી હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે મોબાઇલ ચોરીનો આરોપી ગાભુસિંહ ગુલાબસિંહ સોલંકી (રહે.દોલતાબાદ જૂનાવાસ) પાસે છે. જે આધારે તલોદ એએસઆઈ જયપાલસિંહ પોતાના સ્ટાફ સાથે તેની પાસે પહોંચી ગયા હતા અને આરોપીને ઝડપી લીધો હતો તેને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે છ મહિના પહેલા આ મોબાઈલ તલોદના કેસરપુરાના ચાર રસ્તા પાસે તેને મળી આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.