રાજ્ય કક્ષા સબ જુનિયર કુસ્તી સ્પર્ધામાં શ્રી આદર્શ વિદ્યાલય DLSS બોટાદનો દબદબો - At This Time

રાજ્ય કક્ષા સબ જુનિયર કુસ્તી સ્પર્ધામાં શ્રી આદર્શ વિદ્યાલય DLSS બોટાદનો દબદબો


રાજ્ય કક્ષા સબ જુનિયર કુસ્તી સ્પર્ધામાં શ્રી આદર્શ વિદ્યાલય DLSS બોટાદનો દબદબો

U-17 ભાઈઓ/બહેનો ગુજરાત સ્ટેટ કુસ્તી સિલેકશન ટ્રાયલ સ્પર્ધા.ગત તારીખ 13 અને 14 એપ્રિલ 2024 દરમિયાન સ્પોર્ટસ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે યોજવામાં આવેલ હતી.જેમાં કુલ ૩૦ વજન ગૃપમાંથી 13 વજન ગૃપમાં શ્રી આદર્શ વિદ્યાલયના DLSS અંતર્ગત તાલીમ લેતા કુસ્તી રમતના ખેલાડીઓએ ભાગ લીધેલ,જેમાં 05 ગોલ્ડ મેડલ અને 05 સિલ્વર મેડલ મેળવી રેકોર્ડ બ્રેક નોંધાવ્યો છે.જેમાં (1) ચૌહાણ રાજદીપસિંહ (2) ગોરસવા સંતોષ (3) બાવળિયા રોહિત (4) મેણીયા ઉદિત (5) ખિહડીયા ગુલાબ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે અને (1) શેખ ડિમ્પલ (2) ઉધરેજા રાહુલ (3) બાવળીયા ભૂમિ (4) ઝાપડીયા અસ્મિતા (5) સાંકળિયા શીતલ દ્રારા સિલ્વર મેડલ પ્રાપ્ત કરી શ્રી આદર્શ વિદ્યાલય DLSS બોટાદ નું તેમજ સમગ્ર બોટાદ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુભાઈ સાહેબ તેમજ શાળાના આચાર્ય સંજયભાઈ ધાધલ સાહેબ દ્રારા તેમજ સમગ્ર DLSS પરિવાર અને શ્રી શૈક્ષણીક સંકુલ વતી.ગૌતમ દેસાઇ કુસ્તી કોચ તેમજ તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે અને આગામી સ્પર્ધાઓમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.