જીવદયા ઘર મનપા પાસે પશુ સારવારના પૈસા લે છે અને સારવાર કરાવે છે સરકારી ખર્ચે મફતમાં - At This Time

જીવદયા ઘર મનપા પાસે પશુ સારવારના પૈસા લે છે અને સારવાર કરાવે છે સરકારી ખર્ચે મફતમાં


કૌભાંડના શાહ : સેવાના નામે મેવા ખાતા ઢોર ડબ્બાના કોન્ટ્રાક્ટર પિતા-પુત્રના વધુ એક કાળા કારસ્તાનનો પર્દાફાશ

મનપા પાસેથી પૈસા લ્યે અને 1962 સેવાને પણ ખર્ચો કરાવી બંનેને લાખો રૂપિયાનો ચૂનો ચોપડતા યશ અને રાજેન્દ્ર શાહ

રાજકોટ મહાનગરપાલિકાએ ઢોર ડબ્બાનું સંચાલન કરવા માટે જીવદયા ઘરને કોન્ટ્રાક્ટ આપ્યો છે જેના સંચાલક રાજેન્દ્ર શાહ અને તેનો પુત્ર યશ છે. કોન્ટ્રાક્ટરે પશુઓ માટે ઘાસચારો અને સારવાર કરવાની હોય છે અને ઢોર ડબ્બામાં સ્વચ્છતા રાખવાની હોય છે. આ માટે મનપા દર મહિને કોન્ટ્રાક્ટરને 18થી 20 લાખ રૂપિયા પશુ સાચવવા માટે આપે છે.પણ મનપા પાસેથી પૈસા લ્યે અને સારવાર કરાવે છે સરકારી ખર્ચે મફતમાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.