થાનગઢમાં એટ્રોસિટીની ખોટી અરજી કરાયાની પોલીસ મથકમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી.
થાનમાં રહેતા એક માલધારી યુવક સામે એટ્રોસીટી અંગેની અરજી કરવામાં આવી છે. આ બાબતે ચોટીલા સીપીઆઈમાં તેઓને જવાબ દેવા પણ બોલાવાયા હતા. ત્યારે એટ્રોસીટીની ખોટી રીતે અરજી કરાઈ હોવાનું કહી આ બાબતે ગુનો દાખલ ન કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકોએ જિલ્લા પોલીસ વડાને ઉદ્દેશીને થાન પોલીસ મથકે લેખીત રજુઆત કરી છે.
થાનમાં રહેતા ગોવિંદભાઈ ભુરાભાઈ અલગોતર ૧૮ માર્ચના રોજ થાન પોલીસ મથકે ગયા હતા. ત્યારે થાનના વકીલ નીરવભાઈ મહાલીયા પોલીસ કર્મી જયેશભાઈ સાથે લપ
કરતા હતા. આથી કઈ બાબતે લપ કરો છો તેમ ગોવિંદભાઈએ પુછયુ હતુ. જેમાં નીરવભાઈએ વિગતો જણાવતા પોલીસ સાથે કોઈ ખોટી માથાકુટ ન થાય તે માટે ગોવિંદભાઈએ
નીરવભાઈને સમજાવ્યા હતા. આ બનાવ બાદ નીરવભાઈએ એટ્રોસીટી કેસ અંગેની અરજી ગોવિંદભાઈ અલગોતર સામે કરી હતી. જેમાં ગોવિંદભાઈને ચોટીલા સીપીઆઈ કચેરી જવાબ માટે પણ બોલાવાયા હતા. ત્યારે આ કેસમાં ખોટી અરજી કરાઈ હોવાની તથા ફરિયાદ દાખલ ન કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકોએ થાન પોલીસ મથકે લેખીત રજૂઆત કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.