*અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી બેઠક અમદાવાદ ખાતે મળી*
*અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી બેઠક અમદાવાદ ખાતે મળી*
*ABRSM* ગુજરાતની મધ્યસંભાગ, ઉત્તર સંભાગ, દક્ષિણ સંભાગની ડૉ. હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે તા. 09-04-2 024ને સોમવારે રાજ્ય કારોબારી બેઠક મળી. આ બેઠકમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ સંવર્ગના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેશભાઈ ભટ્ટ તથા વિવિધ સંવર્ગોના પ્રાંત સંભાગ, વિભાગ તથા જીલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિતેશભાઈ ભટ્ટે તમામ અધિકારીઓના પરિચય સાથે કારોબારી અંગેની પ્રસ્તાવના રજૂ કરી હતી. રાજ્યના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતના તમામ સંવર્ગોના શિક્ષકોની આપણા સંગઠન પાસે ખુબજ અપેક્ષાઓ છે. દરેકે સંગઠન પ્રત્યે અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી જરૂરી છે. જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવા, HTAT મુખ્ય શિક્ષકોની બદલી તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની બદલી બાબત સહીતના પ્રશ્નો માટેની લડત ચાલુ જ છે અને આગામી સમયમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે મહાસંઘ પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે. આરએસએસ પ્રાંત કાર્યવાહજી શ્રી સુનિલભાઈ બોરીસાએ રાષ્ટ્રહિતમાં 100 % મતદાન કરવા અને કરાવવાની જાગરણ પર્વ વિશે વિસ્તૃત યોજનાની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લામાંથી શ્રી મિતેશભાઇ ભટ્ટ, શ્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી ગૌતમભાઈ ભટ્ટ, શ્રી જે.ડી.પટેલ, શ્રી મહેશભાઈ ભટ્ટ, શ્રી પી.જે.મહેતા, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી અક્ષયભાઈ પટેલ, શ્રી પિયુષભાઈ છાપીયા વગેરે હાજર રહ્યા હતા. છેલ્લે કલ્યાણ મંત્ર દ્વારા બેઠકને પૂર્ણ કરવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.