તાજપુર કેમ્પ પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત - At This Time

તાજપુર કેમ્પ પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત


તલોદના આંત્રોલીવાસ દોલજી ગામનો યુવક બાઇક લઇ તાજપુર કેમ્પ માર્ગ પરથી જતો હોઈ માર્ગ અકસ્માતમાં મોત થતાં ચકચાર મચી જવા પામી હતી. જો કે હજુ આ મામલે ફરિયાદ નોંધાઈ નથી. ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

તલોદના આંત્રોલીવાસ દોલજીથી તાજપુર કેમ્પ એપ્રોચ માર્ગ પરથી મેહુલ અશ્વિનકુમાર નાડીયા .આંત્રોલી વાસ દોલજી બાઇક લઈને બપોરના સુમારે પસાર થઈ રહ્યો હતો.ત્યારે માર્ગ ઉપર ગમખ્વાર અકસ્માતનો ભોગ બનતાં શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ઘટનાસ્થળે જ કણસતી હાલતમાં કમકમાટી ભર્યુ મોત નિપજતાં ઘટના સ્થળે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તલોદ પોલીસને જાણ કરતાં હે.કો દિનેશભાઈ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઈ લાશને તલોદ સિવિલ હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડી સ્થળ પંચનામું કરી અકસ્માતની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ લખાય છે.ત્યાં સુધી તલોદ પોલીસ દફતરે અકસ્માતની તપાસ ચાલી રહી હોઈ કોઈ ગુનો નોંધાયો નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.