ડોળિયા ની શ્રી બાલ સંસ્કાર મંદિર પ્રાથમિક શાળામાં 15 માં વાર્ષિક ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી - At This Time

ડોળિયા ની શ્રી બાલ સંસ્કાર મંદિર પ્રાથમિક શાળામાં 15 માં વાર્ષિક ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી


શ્રી બાલ સંસ્કાર મંદિર પ્રાથમિક શાળા ડોળિયા સ્કૂલ માં 15 માં વાર્ષિક ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ રાસ , ગરબા , નાટક, અને ડાન્સ જેવી પ્રવૃત્તિઓ રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન શિક્ષણવિદ રાવતભાઇ બડમલિયા , પ્રેમની પરબ ડાયરેક્ટર ચંદ્રકાંતભાઈ વ્યાસ જેવા મહાનુભાવો તથા સાયલા તાલુકાની તમામ સ્વનિર્ભર શાળાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ગ્રામજનો અને વાલીઓએ હાજરી આપી હતી.અને તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.આ આયોજન સફળ બનાવવા માટે શાળાના સંચાલક મકવાણા મનસુખભાઈ તથા સ્ટાફ મેમ્બર મકવાણા નીલમબેન,મકવાણા અનીતાબેન ,મકવાણા નીરલબેન,શ્રીમાળી રિંકુબેન,જાદવ વિશાલભાઈ, સાબળિયા શંકરભાઈ , કટોસણા રાજેશભાઈ , સણોથરા ખમ્માબેન સૌ એ પ્રયાસ કર્યા હતા. અને વાલીઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.