ઇન્ટરનેટ કનેક્શન અપાવી દેવાના બહાને રૂ.6363ની ઠગાઇ - At This Time

ઇન્ટરનેટ કનેક્શન અપાવી દેવાના બહાને રૂ.6363ની ઠગાઇ


શહેરમાં છેતરપિંડીના વધુ એક બનાવની જંગલેશ્વર કીર્તિધામ સોસાયટી-1માં રહેતા ફિરોઝખાન લતીફખાન પઠાણે મૌલિક જગદીશ ભગલાણી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બંને પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે ઇન્ટરનેટની જરૂરિયાત હોય જીટીપીએલનું કનેક્શન લીધું છે. દરમિયાન ચાલુ મહિનામાં ઇન્ટરનેટ કનેક્શન રિન્યૂ કરાવવા માટે જીટીપીએલના કર્મચારી મૌલિકનો સંપર્ક કર્યો હતો. તેને રૂબરૂ મળી કનેક્શન ચાલુ કરાવવા માટે રૂ.6363ની રકમ ઓનલાઇન કરી આપો એટલે તમારો પ્લાન શરૂ થઇ જશે. જેથી તેની પાસેથી એકાઉન્ટ નંબર મેળવી રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં મૌલિકે પોતાને રશીદ પહોંચાડી દીધી હતી.

દિવસો વિતવા છતાં કનેક્શન ચાલુ નહિ થતાં મૌલિકને ફોન કરવા છતાં રિસીવ નહિ કરતા પોતે જીટીપીએલની ઓફિસે ગયો હતો. જ્યાં તપાસ કરતા મૌલિક નામનો કોઇ તેમનો કર્મચારી નહિ હોવાનું અને રસીદ પણ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. આમ પોતાની સાથે મૌલિક નામના શખ્સે છેતરપિંડી કરતા ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.