છટાદાર ભાષણો આપવાની અથવા ચાળા વગેરે કરવાની અને તેવા ચિન્હો,નિશાનીઓ વગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાના કૃત્યો પર પ્રતિબંધ
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧)(છ) હેઠળ પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટનો જાહેર હુકમ
પંચમહાલ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને લક્ષમાં લઈ જાહેર શાંતિ અને સલામતિ જાળવવા પગલાં લેવા જરૂરી છે તેમજ પંચમહાલ જિલ્લામાં કોઈપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી આયોગ બંધારણની કલમ-૩૨૪ મુજબ બહાર પાડેલ ચૂંટણી આચાર સંહિતાના અમલ માટે નીચે જણાવ્યા મુજબ પ્રતિબંધ મૂકવાની જરૂર જણાય છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,પંચમહાલ-ગોધરા,નીચે જણાવેલ વિસ્તારમાં તા.૧૬/૦૩/૨૦૨૪ કલાક: ૦૦-૦૦થી તા.૦૬/૦૬/૨૦૨૪ કલાક: ૨૪-૦૦ સુધી નીચેના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવે છે.
*-: કૃત્યો :-*
ભાષણો આપવામાં ચાળા પાડવાની અથવા નકલો કરવાની, ચિત્રો નિશાનીઓ, જાહેર ખબરો અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની કે જેનાથી સુરૂચિ અથવા નિતીનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજયની સલામતિ જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણો આપવાની અથવા ચાળા વગેરે કરવાની અને તેવા ચિન્હો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાના કૃત્યો.
*-: વિસ્તાર :-*
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પંચમહાલની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
બ્યુરોચીફ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.