કારખાનેદાર યુવકને પઢીયાર બંધુની ધમકી - At This Time

કારખાનેદાર યુવકને પઢીયાર બંધુની ધમકી


રાજકોટમાં રહેતા પઢીયાર બંધુએ બહાર નિકળો એટલે એકાદો ઓછો થાશો તેવી ધમકી કારખાનેદાર યુવકને આપતા શાપર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. રાજકોટમાં અંબિકા ટાઉનશીપ પાસે ધ કોર્ટયાર્ડમાં રહેતા વંદન કંડોરીયાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. રાજકોટ અને જૂનાગઢ પોલીસમાં ફરિયાદીએ અગાઉ પણ હરેશ અને અનિલ પઢીયાર સામે અરજી કરી હતી, જેનો ખર રાખી આ ધમકી આપી હોવાનો આરોપ છે.
ફરિયાદી વંદન કરશન કંડોરીયા (ઉ.વ.23, રહે. જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ, ધ કોર્ટયાર્ડ, રાજકોટ)એ જણાવ્યું કે, અમારે વેરાવળમાં એસ.આઈ.ડી.સી. રોડ પર જલગંગા પંપ કારખાના પાછળ કેદારેશ્વર ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું છે. તા.21/3ના રોજ બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ હું અમારા કારખાને દરવાજો ખુલ્લો રાખી ફોનમાં વાતચીત કરતો હતો.
ત્યારે અમારા કારખાના પાસે લાલ કલરની કારમાં હરેશ ગોવુભા પઢીયાર, અનિલ ગોવુભા પઢીયાર (રહે. બન્ને રાજકોટ) નિકળેલ અને મારી પાસે આવી તેની કાર ધીમી પાડી મને કહેલ કે, બહાર નિકળો એટલે એકાદો ઓછો થાશો. તેમ ધમકી મારી થોડે આગળ તેની કાર લઇ ઉભા રહેલ. જેથી હું તરત જ દોડી અમારા કારખાનામાં ગયેલ અને મારા પિતા કારખાનામાં કામ કરતા હોય તેને વાત કરેલ કે, આપણી સાથે અગાઉ રાજકોટ આપણા ઘર પાસે હરેશ.
અનિલ પઢીયારે માથાકુટ કરેલ હોય તે અહીંથી નિકળી અને મને ધમકી મારી થોડે આગળ તેની કાર લઇ ઉભા છે. તેમ વાત કરેલ અને ત્યાર બાદ અમારા કારખાનાનો દરવાજો બંધ કરી અમે પોલીસમાં જાણ કરતા પોલીસ આવેલ ત્યારે આ લોકો અહીંથી જતા રહેલ અને ત્યારબાદ હું તથા મારો મિત્ર નિરવ વજશી કરંગીયા પોલીસ સ્ટેશન ખાતે આ લોકો સામે ફરીયાદ કરવા ગયા હતા.
આ બનાવ બનવાનું કારણ એવુ છે કે, અમે હરેશ તથા અનિલ પઢીયાર વિરુદ્ધ અગાઉ જુનાગઢ તથા રાજકોટ ખાતે અરજી કરેલ હોય જેથી આ લોકોને સારૂ ન લાગતા તેનું મનદુ:ખ રાખી અમારા કારખાના પાસે આવી અમોને ધાક ધમકી આપેલ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.