ધંધુકા ગાંધીગ્રામ- ઓખા વાયા ધંધુકા હોળી સ્પેશિયલ ટ્રેન ચાલુ કરવામાં આવી - At This Time

ધંધુકા ગાંધીગ્રામ- ઓખા વાયા ધંધુકા હોળી સ્પેશિયલ ટ્રેન ચાલુ કરવામાં આવી


અમદાવાદ જીલ્લા ના ધંધુકા ગાંધીગ્રામ- ઓખા વાયા ધંધુકા હોળી સ્પેશિયલ ટ્રેન ચાલુ કરવામાં આવી

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે પુનર્વિકસિત કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ-ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન(09435/09436)નું ટર્મિનલ અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીગ્રામ સ્ટેશન પર ખસેડવામાં આવ્યું છે.તે મુજબ આ ટ્રેનના રૂટ,સ્ટોપેજ અને સમયમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવે આ સ્પેશિયલ ટ્રેનબદલાયેલારૂટગાંધીગ્રામ-બોટાદ-સુરેન્દ્રનગરજંકશન-રાજકોટ- દ્વારકા-ઓખા થઈને દોડશે. 09435 ગાંધીગ્રામ-ઓખા વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી 20.20 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 9.50 કલાકે ઓખા પહોંચશે.પરત દિશામાં, ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન ઓખાથી 23.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.50 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.આ ટ્રેનમાં થર્ડ એસી,સ્લીપર અને જનરલ કોચ હશે.આ ટ્રેન રૂટમાં સરખેજ,બાવળા,ધોળકા,ધંધુકા,બોટાદ,લીંબડી,સુરેન્દ્રનગર ગેટ,સુરેન્દ્રનગર જંકશન,વાંકાનેર, રાજકોટ, હાપા,જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસને આ ટ્રેનને માર્ચ મહિનામાં દ્વિ-સાપ્તાહિક અને ત્યારબાદ એપ્રિલ મહિનાથી સાપ્તાહિક ચલાવવાનો નિર્ણય લીધો છે,જેની વિગતો નીચે મુજબ છે.


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.