વિસાવદર તાલુકામાં વધુ એક એલ.ઈ.ડી. નું કૌભાંડ બહાર આવ્યું - At This Time

વિસાવદર તાલુકામાં વધુ એક એલ.ઈ.ડી. નું કૌભાંડ બહાર આવ્યું


વિસાવદર તાલુકામાં વધુ એક એલ.ઈ.ડી. નું કૌભાંડ બહાર આવ્યુંગુજરાતમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો એવોર્ડ વિસાવદર તાલુકા પંચાયતને ફાળે જવો જોઈએ.
વિસાવદર તાલુકાના એક નાના ગામમાં અઢી લાખની સ્ટ્રીટ લાઈટ અને એક લાખના વિજ વાયર જેવું સાડા ત્રણ લાખનું બિલ મુકી પૈસા ઉપાડી લીધા હોવાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળેલ માહિતી મુજબ આ ગામમાં સરપંચે પોતાની અગાશી પર સ્ટ્રીટ લાઈટ ફીટ કરાવી છે‌.અને વિજ કનેક્શન માંથી પોતાના ઘરનો પાવર શરૂ છે એવું અસંતુષ્ટોની ડાયરીમાંથી જાણવા મળેલ છે.જેમા ૭૦ સ્ટ્રીટ લાઈટ નો કુલ ખર્ચ સાડા ત્રણ લાખ જેવું બિલ બનાવી પાસ કરાવેલ છે.વિસાવદરના એક દુકાનનું બિલ મળેલ છે તેમાં કોઈ ધારાધોરણ વગર ,કોઈના સાઈન સિક્કા વગર સાદા કાગળ પર આટલી મોટી રકમ ઉધારે છે.ઓશરા કંપનીની આ સ્ટ્રીટ લાઈટની મૂળ ભાવ માં ૫૦૦૦ વોલ્ટનો ભાવ લગાડી ભારે મોટો ભ્રષ્ટાચાર વહીવટ થયેલ છે. આવા અનેક બિલો અત્યારે હાથવગે કરી સમગ્ર તાલુકામાં થયેલા ભ્રષ્ટાચારના પુરાવા એકત્ર કરી એક વિરોધપક્ષના નેતા હવે આ શાસક પક્ષના મળતિયાઓની લોક ફરીયાદ જે તે વિભાગ ગાંધીનગરને આપી અને અદાલતના દરવાજે ભ્રષ્ટાચારીઓ સાથે સામેલ અધિકારીઓ પણ ખુલ્લા પાડશે.વિસાવદર તાલુકાના કૌભાંડોનો મસમોટો આંકડો લોકો માં ચર્ચાસ્પદ બની ગયેલ છે.જયારે આ કૌભાંડીઓના કરતૂતો વિશે હવે લોકો માહિતી પુરી પાડી રહ્યા છે.આવનાર દિવસોમાં એજન્સીના નામ અને વહીવટ કરનારનુ નામ તેમજ સંડોવાયેલા સરપંચો પણ ખુલ્લા પડશે.એવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે

રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.