દહેગામ ના હાલીસા જિલ્લા બેઠક પર કોંગ્રેસના 450 આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા
ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોને પોતાની પાર્ટીમાં જોડી રહી છે ત્યારે આજે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક હાલીસા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોને તોડવામાં સફર રહી હોઈ તેવું લાગી રહ્યું છે કારણ કે આજે હાલીસા જિલ્લા પંચાયત ના બિલમણા ગામમાં ભાજપનો ભરતી મેળો યોજાયો જેમાં હાલીસા જિલ્લા પંચાયતની હદમાં આવતા વિવિધ ગામોમાંથી કુલ 450 આગેવાનો તેમજ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની હાજરીમા તેમજ ભાજપના કાર્યકારી સભ્યો આગેવાનોની ઉપસ્થિતીમાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા.આ ભરતીમેળામાં કોંગ્રેસના હાલીસા ગામના પી. ટી ઠાકોર(પૂર્વ હાલીસા જિલ્લા પંચાયત સદસ્ય , બિલમણા ગામના કોંગ્રેસ આગેવાન રૂપસિંહ, પાટનાકુવા ગામના સરપંચ અદેસિંહ સોલન્કી, ચેહરસિંહ સોલન્કી,જયારે ચેખલાપગી ગામના સરપંચ બાબુભાઇ વાઘેલા,પ્રતાપજી કચરાજી (સેવા સહકારી મન્ડળી ચેરમેન ),વજાજી રાઠોડ, ઉદાજી રઈજીજી, ગોપાલજી રાઠોડ, બાવાજી માંસગજી, કંથારપુરા ગામના સરપંચ કાનાજી સોલન્કી,ઉદણ ગામના સરપંચ ભરતસિંહ સોલન્કી, અંગુઠલા ગામના પ્રતાપસિંહ ઝાલા (જેઓ પૂર્વ કોંગ્રેસી તેમજ અપક્ષ હાલીસા જિલ્લા પંચાયત ની ચૂંટણી લડી ચુક્યા છે ), જસવંતસિંહ ઝાલા, હાલીસા ગામના સરપંચ કુંવરસિંહ સાથે, રઇજીજી વળવાજી (હાલીસા તાલુકા પંચાયત સદસ્ય )સાથે વાસણા ચૌધરી ઓતમપુરા ગામના કાર્યકરો તેમજ બાબરા ગામના સરપંચ પણ ખુબ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ, દહેગામ APMC ચેરમેન સુમેરૂભાઇ અમીન, રમણભાઈ દેસાઈ હાલીસા તેમજ ભાજપ કાર્યકરો ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.