મેટ્રો સ્ટેશનની બાંધકામ સાઈટ ઉપરથી 3.50 લાખની પ્લેટો ચોરાઈ - At This Time

મેટ્રો સ્ટેશનની બાંધકામ સાઈટ ઉપરથી 3.50 લાખની પ્લેટો ચોરાઈ


ગાંધીનગરના જીએનએલયુ અને પીડીપીયુ વચ્ચે
મેટ્રોની સાઈટ ઉપર ત્રીજી વાર ચોરીની ઘટનાઃતસ્કરો સામે ગુનો દાખલ કરીને ઇન્ફોસિટી પોલીસ દ્વારા તપાસ શઋ કરાઇ ગાંધીનગર શહેર નજીક પીડીપીયુ માર્ગ ઉપર જીએનએલયુ પાસે નવા બની રહેલા મેટ્રો સ્ટેશનની બાંધકામ સાઈટ ઉપરથી ૫૦ નંગ બેઝ પ્લેટો અને ફીટીંગ્સ મળી ૩.૫૦ લાખની ચોરી થવા પામી છે. જે સંદર્ભે કંપનીના આસિસ્ટન્ટ મેનેજર દ્વારા ઇન્ફોસીટી પોલીસમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તસ્કરોને પકડવા મથામણ શરૂ કરવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.