કેવાયસી અપડેટ કરવાના બહાને સરકારી વકીલને 20.96 લાખનો ચૂનો - At This Time

કેવાયસી અપડેટ કરવાના બહાને સરકારી વકીલને 20.96 લાખનો ચૂનો


સાયબર ગઠિયાઓનો વધતો જતો ત્રાસ ગઠીયાએ બેંકમાંથી બોલતો હોવાનું કહી ફાઈલ ડાઉનલોડ કરાવી ફિક્સ ડિપોઝિટ પણ તોડી ઋપિયા ઉપાડી લીધા
હાલમાં સાયબર ગઠિયાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આ વખતે ઝુંડાલમાં રહેતા અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કામ કરતા વકીલને નિશાન બનાવી બેંકમાંથી બોલતો હોવાનું કહીને ગઠીયાએ ફાઇલ ડાઉનલોડ કરાવી ખાતામાંથી ફિક્સ ડિપોઝિટ તોડી કુલ ૨૦.૯૬ લાખ ઋપિયા ઉપાડી લીધા છે. જે સંદર્ભે ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શઋ કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.