શહેરા તેમજ મોરવા હડફ તાલુકા નો સંયુક્ત દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ શહેરા ખાતે યોજવામાં આવ્યો હતો - At This Time

શહેરા તેમજ મોરવા હડફ તાલુકા નો સંયુક્ત દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ શહેરા ખાતે યોજવામાં આવ્યો હતો


પંચમહાલ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા માં જુની બી.આર.સી ભવન શહેરા ખાતે દિવ્યાંગ બાળકોનું માપ તેમજ દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા

સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ કચેરી ગાંધીનગર ની સૂચના અનુસાર જિલ્લા પ્રોજેક્ટ કચેરી પંચમહાલ ગોધરા દ્વારા આયોજિત જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી શ્રીમતી. ગાયત્રીબેન પટેલના માર્ગદર્શન હેઠળ શહેરા અને મોરવાહડફ તાલુકાના સંયુક્ત દિવ્યાંગ બાળકોના માપ સાથે સાથે સાધન સહાય વિતરણ કાર્યક્રમ મડેશ્વર નજીક જુની બી.આર.સી. ભવન શહેરા ખાતે આજરોજ યોજવામાં આવ્યો હતો

આ કેમ્પમાં 93 દિવ્યાંગ બાળકોને વિવિધ પ્રકારના દિવ્યાંગ લક્ષી સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ અગાઉના કેમ્પમાં જે દિવ્યાંગ બાળકો હાજર રહી શક્યા ન હતા તેમને આજરોજ માપ લઈ આવનાર દિવસોમાં સાધન સહાય તૈયાર કરી જૂની બી.આર.સી ભવન શહેરા ખાતે બોલાવી સાધન વિતરણ કરવામાં આવશે
આ દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પમાં જિલ્લા આઇ.ઇ.ડી કોર્ડીનેટર શ્રી હેમંનસિંહ જાદવ તેમજ બી.આર.સી કોર્ડીનેટર શહેરા શ્રી રાકેશભાઈ પટેલ તેમજ દિવ્યાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષકો શહેરા અને મોરવા હડફના તમામ 17 જેટલા શિક્ષકો હાજર રહી દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ ની કામગીરી ને સુંદર રીતે નિભાવી હતી

રિપોર્ટર= વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.