14 ફેબ્રુઆરીને બ્લેક ડે તરીકે મનાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કોમર્સ કોલેજ ગોધરાના વિદ્યાર્થીઓ - At This Time

14 ફેબ્રુઆરીને બ્લેક ડે તરીકે મનાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કોમર્સ કોલેજ ગોધરાના વિદ્યાર્થીઓ


પંચમહાલ
સામાન્ય રીતે 14 ફેબ્રુઆરીને મોટાભાગના યુવાનો વેલેન્ટાઈન ડે તરીકે ઉજવતા હોય છે ત્યારે અમુક દેશપ્રેમી, રાષ્ટ્ર ભક્ત યુવાનો આ દિવસને બ્લેક ડે તરીકે ઉજવી શહીદોની શહાદતને શ્રદ્ધાંજલિ આપી ઉજવે છે. સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા એન એસ એસ ના આવા દેશભક્ત યુવાનોએ 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડે તરીકે નહીં પરંતુ બ્લેક ડે તરીકે ઉજવી મીણબત્તી સાથે શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ સ્વરૂપે પ્રાર્થના કરી 14 ફેબ્રુઆરીની દેશભક્તિ સાથે ઉજવણી કરી હતી.
આ પ્રસંગે એસ વાય.ની વિદ્યાર્થિની કુ. હર્ષિતા ખીમાણીએ પુલવામાં હુમલા અંગે વિસ્તૃત માહિતી આપી હતી, સાથે સાથે કોલેજના આચાર્યશ્રીએ પણ આ દિવસની વિશેષતા અને ગંભીરતા વર્ણવી હતી .
એન એસ એસના પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકી દ્વારા પુલવામાં માં થયેલા શહીદોની સહાદતને યાદ કરી સાથે સાથે એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ભારત પાસે હવે સક્ષમ નેતાગીરી છે કે જે હવે ભારત વિરુદ્ધનું કોઈપણ કાર્ય ચલાવી લેશે નહીં. યુવાનોને આહવાન કરતા તેમણે એક બનો, એક રાષ્ટ્ર પ્રેમી તરીકે પ્રથમ રાષ્ટ્ર પછી તમામ ડે ઉજવવા હાકલ કરી હતી. કારણ કે જો રાષ્ટ્ર હશે તો તમે બધા દિવસો ઉજવી શકશો. અંતે ભારત માતાકી જય અને શહીદો અમર રહો ના નારા સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું

રિપોર્ટર,વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.