ધંધુકા શહેરમાં શ્રી રામ ભગવાન ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની હર્ષ ઉલ્લાસ ભેર ઉજવણી કરાઈ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરમાં શ્રી રામ ભગવાન ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની હર્ષ ઉલ્લાસ ભેર ઉજવણી કરાઈ
ઘંધુકા શહેરમાં તેમજ ધંધુકા તાલુકાના દરેક ગામે ગામ માં જાણે રામમય બન્યું હતું ધંધુકા શહેરનાં તેમજ ગ્રામજનો સહિત મહીલાઓ રામજી મંદિરમાં ઉમટી પડ્યા હતા.ધંધુકા જય શ્રી કોઠા વાળા હનુમાનજી દાદા કોઠા બજાર ધંધુકા ખાતે સવારે દાદા ના સાનિધ્ય માં રામ મંદિર ના શણગાર અને ૧૫ ફૂટની ગદાના દિવ્ય દર્શન સવારે,૬:૪૫ થી ૭:૪૫ રામ ધૂન બપોરે ૧૨:૨૨ મહા આરતી તથાં પ્રસાદ નું આયોજન કરાયું હતું.ધંધુકા શહેર ની મહિલાઓ પોતપોતાના ઘરેથી દીવડાઓ લઈને મંદિરમાં પહોંચી હતી.ધંધુકા શહેર ની મહિલાઓ તમેજ ભાઈઓ એ મંદિરમાં જય જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જય શ્રી રામના નારા ધંધુકા શહેરમાં ગુંજી ઉઠયાં હતાં. ધંધુકા શહેરની મહિલાઓ અને ભાઈઓ એ ભેગા મળી શ્રી રામ ભગવાનની સમૂહમાં આરતી કરી હતી. ધંધુકા શહેરનાં રામ ભક્તોએ અયોધ્યા રામ ભગવાનની આરતી નું લાઈવ પ્રસારણ પણ નિહાળ્યું હતું. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા ના અનુસંધાને ધંધુકા શહેરમાં રામજી મંદિરમાં શ્રીરામ ભગવાનની આરતી કરી ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી તથા ધંધુકા શહેર ના પ્લોટ વિસ્તારમાં પણ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શોભાયાત્રા કાઠી ઉજવણી કરવામાં આવી હતી.
તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય તથા અંબુજા હાઇસ્કુલ ખાતે ધંધુકામાં એકવીસ ટ્રેકટરમાં રામાયણના પ્રસંગો આધારિત ભવ્ય ટેબ્લો યાત્રાનું ધંધુકા શહેરમાં આયોજન કરવામાં આવેલ જેમાં બસો પચાસ ઉપરાંત વિદ્યાર્થીઓ રામ,સીતા,લક્ષ્મણ,હનુમાન,ભરત,લવ– કુશ અંગદ શ્રવણ,દશરથ,કૌશલ્યા રાવણ,જટાયુ,જાંબુ વાન વગેરે જેવા પાત્રો વેશમાં જાજરમાન શોભાયાત્રા થયેલ ધંધુકા શહેરમાં ઠેર ઠેર આ યાત્રાનું નગરજનોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.