શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે - At This Time

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે


શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના અવસરે સાળંગપુરધામમાં હનુમાનજીના મંદિરે તડામાર પૂર્વ તૈયારી અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થતાં સમગ્ર દેશની 500 વર્ષની આતૂરતાનો અંત આવશે. આ અવસરની સમગ્ર દેશવાસીઓ આતુરતાથી રાહ જોતા હતા. આજે આખો દેશ રામમય બન્યો છે અને ઠેર-ઠેર મંદિરમાં પણ તેની ઉજવણી માટે તડામાર તૈયારી ચાલી રહી છે. જે અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીના સંકલ્પથી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી-અથાણાવાળાના માર્ગદર્શનથી તથા અન્ય સંતો અને સ્વંયસેવકો દ્વારા ભવ્ય શણગાર કરાયો છે. આ ઉપરાંત આવતીકાલે દાદાને વિશેષ વાઘા ધરાવવામાં આવશે દાદાના મંદિર અને પરિસરને 1 હજારથી વધુ ધજાથી શણગારયું છે અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા થવાના અવસરે સમગ્ર દેશમાં રામમય બન્યું છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ તેની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવશે. આજે દાદાનું મંદિર અને પરિસર 1 હજારથી વધુ ધજાથી શણગારવામાં આવ્યું છે. આ ઉપરાંત ભવ્ય રંગોળી અને દીપમાળા પણ કરવામાં આવી છે. આ સાથે જ 6 ફૂટ બાય 10 ફૂટની રામ મંદિરની વૂડન પ્રતિકૃતિ મૂકવામાં પણ આવી છે 5 મુખ્ય સંતો અને 150 જેટલા સ્વયંસેવકોની મહેનત આ ઐતિહાસિક પ્રસંગને વધાવવા માટે ડેકોરેશનની તૈયારી છેલ્લાં 10 દિવસથી કરવામાં આવતી હતી. જેમાં 5 મુખ્ય સંતો અને 150 જેટલા સ્વંયસેવકોની મહેનત છે આ ઉપરાંત 22 તારીખે સવારે 6 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી અને સાંજે 6.30 વાગ્યાથી 8 વાગ્યા સુધી DJ સંકીર્તનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ભક્તો રામ નામમાં મગ્ન થઈ હનુમાનજીના સાનિધ્યમાં નાચશે આ સમગ્ર કાર્યક્રમ પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીના સાનિધ્યમાં દિવ્ય અને ભવ્યતાથી સંમ્પન્ન થશે.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.