શ્રી આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતા DLSS U-17 બહેનો હેન્ડબોલ રમત SGFI નેશનલ કક્ષાની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો - At This Time

શ્રી આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતા DLSS U-17 બહેનો હેન્ડબોલ રમત SGFI નેશનલ કક્ષાની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો


શ્રી આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતા DLSS U-17 બહેનો હેન્ડબોલ રમત SGFI નેશનલ કક્ષાની ટુર્નામેન્ટમાં
ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

67 મે અખિલ ભારતીય નેશનલ કક્ષાની U-17 બહેનો દ્રારા હેન્ડબોલ રમત સ્પર્ધા મધ્યપ્રદેશ રાજયમાં યોજાયેલ,જેમાં શ્રી આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય બોટાદ ખાતે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ અંતર્ગત અભ્યાસ કરતા હેન્ડબોલ રમતના ખેલાડીઓને તાલીમ આપનાર કોચ ઉસ્માન સાહેબશ્રી તેમજ નઈમ સાહેબ દ્રારા તૈયાર કરવામા આવેલ નીચે મુજબના ખેલાડીએ ભાગ લીધેલ.જે પૈકી.(૧) ગુર્જર દિશા પરોકત U-1 7 ગર્લ્સ હેન્ડબોલ નેશનલ કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ.જે ગુજરાત ની હેન્ડબોલ ટીમ દ્રારા ફાઈનલ મેચમાં અદભુત પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી એક અનોખો વિજય મેળવ્યો છે.જે માટે સમગ્ર ગુજરાત રાજ્ય અને બોટાદ જીલ્લો તેમજ શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ બોટાદ ખુબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ.ઉપરોક્ત સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી પ્રભુસાહેબ તેમજ તમામ વિભાગના આચાર્ય,સ્ટાફ અને શ્રી આદર્શ શૈક્ષણિક પરિવાર વતી.તમામ ખેલાડીઓને તેમજ કોચ/ટ્રેનરને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.