સોનગઢના પાલીતાણા ચોકડી ખાતેથી શંકાસ્પદ મોબાઇલ ફોન નંગ-૦૯ સાથે એક ઇસમને પકડી પાડતી સોનગઢ પોલીસ ટીમ - At This Time

સોનગઢના પાલીતાણા ચોકડી ખાતેથી શંકાસ્પદ મોબાઇલ ફોન નંગ-૦૯ સાથે એક ઇસમને પકડી પાડતી સોનગઢ પોલીસ ટીમ


પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.વી.ડાંગર તેમજ સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સોનગઢના પાલીતાણા ચોકડી ખાતેથી મહેશ જીતુ વાઘેલા ઉવ.૨૨ ધંધો.મજુરી રહે આંબલા અલગ-અલગ કંપનીના શંકાસ્પદ મોબાઇલ નંગ-૦૯ કિં.રૂ.૮૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મળી આવેલ શંકાસ્પદ મોબાઇલ ફોન સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર કામગીરી માં પી.એસ.આઈ ડી.વી.ડાંગર તથા એ.એસ.આઇ. જે.પી.ગોસ્વામી તથા પો.કો મહેશગીરી ઉમેદગીરી,કુલદિપસિંહ જુવાનસિંહ ગોહિલ તેમજ તરૂણભાઇ પ્રબતાણી વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.