કંથારપુરા મહાકાળી વડથી ધનિયોલ સુધીનો રોડ બિસ્માર હાલતમાં. દર્શનાર્થીઓને પડતી હાલાકી - At This Time

કંથારપુરા મહાકાળી વડથી ધનિયોલ સુધીનો રોડ બિસ્માર હાલતમાં. દર્શનાર્થીઓને પડતી હાલાકી


દહેગામ તાલુકાના પવિત્ર યાત્રાધામ કંથારપુરા મહાકાળી વડ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો વડની નીચે આવેલ મહાકાળી માતાના દર્શનાર્થે આવતા હોય છે જેમાં દર રવિવાર અને મંગળવારે અહીં મેળો પણ ભરાતો હોય છે. અહીં કંથારપુરા વડ ખાતે આવતા દર્શનાર્થીઓમાં સાબરકાંઠા તેમજ રખિયાલ બાજુથી આવતા હોય છે જેમાં ધનિયોલ થી કંથારપુરા વડ સુધીનો રોડ પર મસમોટા ખાડા પડતા અહીંથી નીકળવું રાહદારીઓ માટે મુશ્કેલ બની રહ્યું છે છતાં તંત્ર પાસે રોડ બનાવવાનો સમય નથી. કંથારપુરા મહાકાળી વડ ખાતે ડેવલોપમેન્ટ અનુસાર નવીન બાંધકામ થઇ રહ્યું છે જેથી મહાકાળી વડ ની આજુબાજુના ગામનો પણ વિકાસ થાય પરંતુ રોડ રસ્તા પર ખાડા પડતા રાહદારીઓ તેમજ દર્શનાર્થીઓ અહીંથી નીકરવા માટે સંકોચ અનુભવી રહ્યા છે હવે અહીં દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ પણ દહેગામ ધારાસભ્ય પાસે રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે તો હવે આ રોડનું નવીનીકરણ થશે કે નહિ કે તંત્ર અહીં મોટો અકસ્માત બનવાની રાહ જોઈને બેસી રહેશે તે જોવાનું રહ્યું.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.