ભાભરમાં ભેળસેળવાળા ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ જરૂરી પગલાં ભરે તેવી લોકમાંગ. - At This Time

ભાભરમાં ભેળસેળવાળા ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ જરૂરી પગલાં ભરે તેવી લોકમાંગ.


તહેવારો ને લઈ શોર્ટકટ માં કમાણી કરવા નકલી ઘી,તેલ,માંથી મિઠાઈઓ બનાવાતી હોવાની લોકચર્ચા.

બનાસકાંઠામાં જ નહીં પરંતુ લગભગ દેશભરમાં સટ્ટા બજાર તરીકે ઓળખાતું ભાભર શહેરમાં જાણે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના ચારેય હાથ માથે હોય તેમ લાગી રહ્યું છે, ભાભર શહેરમાં કેટલાક વહેપારીઓ તહેવારો પર શોર્ટકટ માં કમાણી કરી લેવા તેલ,ગોળ,ઘી નો ડુપ્લીકેટ વેપલો ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે, જેને બનાસકાંઠા જિલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ કુંભકર્ણ નિદ્રામાં થી જાગીને ભાભરમાં તટસ્થ તપાસ કરી ભેળસેળીયાઓ ને જેલ હવાલે કરવા જોઈએ, જો કે ડુપ્લીકેટ અને ભેળસેળીયા ખાદ્યપદાર્થોના વેચાણમાં ભાભર હંમેશા મોખરે રહેતું હોય છે, જેને લઈ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક યોગ્ય તપાસ હાથ ધરવી જોઈએ, ભાભર શહેરમાં વાવ,અને સુઈગામ તાલુકાઓના ગામડાઓમાં થી લોકો ખરીદી કરવા આવતા હોય છે, અને આવા ભેળસેળ વાળા ખાદ્ય વસ્તુઓ ખરીદીને કરીને છેતરાતા હોય છે અને જાણે-અજાણે નકલી પદાર્થો નો આહાર કરીને આરોગ્યને પણ નુકશાન પહોંચતું હોય છે, હાલમાં દિવાળી જેવો મોટો તહેવાર નજીકમાં હોઈ જીલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સચોટ તપાસ કરે તેવી લોકચર્ચાઓ થઈ રહી છે.
રિપોર્ટ-જીતેન્દ્રસિંહ ઝાલા
મો.૯૯૦૪૦૨૩૮૬૨.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.