સાબરકાંઠા જિલ્લામાં-: ભવ્ય મટકીનો મેળો યોજાયો,હિંમતનગરના આગીયોલમાં આઠમનો મટકીનો મેળો ભરાયો..... - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: ભવ્ય મટકીનો મેળો યોજાયો,હિંમતનગરના આગીયોલમાં આઠમનો મટકીનો મેળો ભરાયો…..


સાબરકાંઠા જિલ્લામાં-:
ભવ્ય મટકીનો મેળો યોજાયો,હિંમતનગરના આગીયોલમાં આઠમનો મટકીનો મેળો ભરાયો.....
------------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-:
લોકો માનતાના ગરબા માથે મૂકીને માતાજીના મંદિરે વળાવે છે.હાલમાં શારદીય નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે. આજે નવરાત્રિના આઠમે હિંમતનગરના આગીયોલ ગામે મહાકાળી મંદિરના ચોકમાં ભવ્ય મટકીનો મેળો યોજાયો હતો.આ મેળામાં ભક્તો માનતાના ગરબા માથે મૂકીને મંદિરે ભણાવે છે.આ મટકીના મેળામાં મટકીના 12થી વધુ સ્ટોલ હોય છે.સવારથી મેળાનો પ્રારંભ થાય છે અને સાંજ સુધી આ મેળો યોજાય છે.આ મેળામાં આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે..

હિંમતનગર તાલુકાના આગીયોલ ગામે રવિવારે મહાકાળી માતાજીના મંદિરના પટાંગણમાં દર વર્ષે જેમ આજે આસો સુદ આઠમના દિવસે મેળો ભરાયો હતો.આ મેળો મટકીનો મેળો હતો.જેમાં આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ મેળામાં લોકો પોતાના પશુ કે પોતાના પરિવાર સ્વસ્થ રહે અને અન્ય કોઈ બીમારીના થાય ઉપરાંત અન્ય કોઈ પણ માનતા રાખે તો પૂર્ણ થતા માતાજીના મંદિરે દૂરથી લોકો માથા પર માટીના ગરબા મૂકી ખુલ્લા પગે ચાલતા અહીંયા આવે છે,માતાજીના મંદિરમાં આ ગરબાને વળાવે છે..

આ મહાકાળી માતાજીના મંદિરના પટાંગણમાં સવારથી મેળો શરૂ થાય છે.જેમાં 200થી 250 જેટલા વિવિધ સ્ટોલ હોય છે.માટીના વાસણ મટકી,તાવડી,ધુપિયા,નાના છોકરાઓને રમકડા તથા કટલરી અને ચીજ વસ્તુઓ અને ખાણીપીણી સહિતના સ્ટોલ મેળામાં જોવા મળ્યા હતા. આ મેળામાં બાળકોએ ચગડોળ તથા ચકરડીમાં બેસી લોકોએ અનેરો આનંદ મેળવ્યો હતો.આ મેળામાં દિવસ દરમિયાન આજુબાજુના આઠથી દસ હજાર લોકો ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી..

આગીયોલ નવરાત્રિ માઇ મંડળ દ્વારા 200 વર્ષના પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરે શારદીય નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે.તો આ મંદિરે 80 વર્ષથી નવરાત્રિનો મહોત્સવ યોજાય છે.મંદિરે દરરોજે રાત્રે 9:00 વાગ્યે આરતી ત્યાર બાદ ગરબા યોજાય છે અને આઠમના દિવસે હવન પણ થાય છે.તેમના દિવસે મટકીનો મેળો પણ ભરાય છે.આગીયોલ નવરાત્રિમાં મંડળના મંત્રી જશુભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, 80 વર્ષથી આ મહાકાળી માતાજીના મંદિરે નવરાત્રિ જેમાં દરરોજે રાત્રે 9:00 વાગ્યે આરતી થાય છે.ત્યાર બાદ ગરબા યોજાશેને આઠમના દિવસે હવન સાથે પ્રસિદ્ધ મટકીનો મેળો યોજાય છે.જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના લોકો ઉમટી પડે છે.

રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.