અમદાવાદ શહેરના પૂર્વઝોનમાં આવેલા વટવા જીઆઈડીસી મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપર આવેલ વર્ષો જુનો પુલ જર્જરીત હાલતમાં. - At This Time

અમદાવાદ શહેરના પૂર્વઝોનમાં આવેલા વટવા જીઆઈડીસી મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપર આવેલ વર્ષો જુનો પુલ જર્જરીત હાલતમાં.


અમદાવાદ શહેરના પૂર્વઝોનમાં આવેલા વટવા જીઆઈડીસી મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપર આવેલ વર્ષો જૂનો પુલ છે જે 1994 માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખર્ચ કરી બનાવવામાં આવ્યો હતો જે હાલમાં જર્જરીત થઈ ગયેલ છે અને ગમે ત્યારે બેસી જાય તેવો પૂલ છે આ પુલ ઉપરથી દરરોજ 50 હજાર આસપાસ વાહનો પસાર થાય છે અને આ પૂલનો ઉપયોગ નારોલ વટવા ગામ વટવા gidc ના તમામ કામદારો વેપારીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે અને આ બ્રિજ ઓઢવ સુધીના વેપારીઓ દ્વારા અવરજવરમાં ઉપયોગમાં લેવાય છે જે મુખ્ય નારોલ વટવા, વટવા જીઆઇડીસી , સરદાર પટેલ રીંગરોડ, રામોલ એક્સપ્રેસ હાઈવે પુલને જોડતો માર્ગ છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાકીદે બનાવવા માટે રહીશો દ્વારા મ્યુ.કમિશ્નરશ્રીને વિનંતી કરવામાં આવી છે અમદાવાદ કોર્પોરેશન દ્વારા વટવા gidc એશોસીએશન ની આશા રાખી આ અંગે કોઈ ખર્ચ કરી પુલનું કામ કરવામાં આવતું નથી જેથી તાકીદે આ મુખ્ય માર્ગ હોવાથી અને જીઆઇડીસી માંથી પસાર થતો હોવાથી gidc એસોસિએશનના માથે ઢોળ્યા વગર મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી અને બીજી કોઈ નાણાકીય ગ્રાન્ટ માંથી આ કામ તાકીદે કરવું જરૂરી છે વાહન ચાલકોના જીવને જોખમ હોવાથી બોમ્બે એક્ટ ચેપ્ટર 5 રૂલ -2 મુજબ તાકીદના કામમાં ટેન્ડર પ્રક્રિયા કર્યા સિવાય યુદ્ધના ધોરણે જન હિતમાં આ પુલ તાકીદે બનાવવા સ્થાનિક રહેશો કામદારો અને વાહન ચાલકો દ્વારા તેમજ મ્યુ.ટેક્સ ના કરદાતાઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીને ઓનલાઇન ફરિયાદ કરવામાં આવી છે એમ આ વિસ્તારના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અતુલભાઇ રાવજીભાઈ પટેલ દ્વારા લાગતા વળગતા દરેકને જાણ કરવામાં આવી છે.

સૌરાંગ ઠક્કર
બ્યુરો ચીફ
અમદાવાદ જીલ્લો


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image