બોટાદના નાવડા ગામ સ્થિત GWIL પંપીગ સ્ટેશનની મુલાકાત લેતાં ભારત સરકારના જળ-શક્તિ મંત્રાલય વિભાગના સચિવશ્રી વિનિ મહાજન - At This Time

બોટાદના નાવડા ગામ સ્થિત GWIL પંપીગ સ્ટેશનની મુલાકાત લેતાં ભારત સરકારના જળ-શક્તિ મંત્રાલય વિભાગના સચિવશ્રી વિનિ મહાજન


નાવડા ખાતેથી હયાત પાણી પંપીગની ક્ષમતામાં વધારો કરવા અંગે પ્રગતિમાં રહેલ કામોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરું પાડતાં સચિવશ્રી

ભારત સરકારના જળ-શક્તિ મંત્રાલય વિભાગના સચિવશ્રી વિનિ મહાજને ગુજરાત રાજ્યના પ્રવાસ દરમિયાન ગુજરાત પાણી પુરવઠા વિભાગ હસ્તકના બોટાદના નાવડા ગામ સ્થિત GWIL પંપીગ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન સચિવશ્રીએ નાવડા પંપીગ સ્ટેશન ખાતેથી સૌરાષ્ટ્રના (૧)ભાવનગર (૨) અમરેલી (૩)બોટાદ (૪)રાજકોટ (૫)જુનાગઢ (૬) ગીર – સોમનાથ તથા (૭)પોરબંદર જીલ્લાઓ સહિતના વિવિધ વિસ્તારોને પીવાનું પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું છે તે અંગેની વિગતવાર જાણકારી મેળવી હતી. આ ઉપરાંત ભવિષ્યમાં પીવાના પાણીની જરૂરીયાતને પુરી કરવાના આયોજન અન્વયે નાવડા ખાતેથી હયાત પાણી પંપીગની ક્ષમતામાં વધારો કરવા અંગે પ્રગતિમાં રહેલ કામોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

નાવડા પંપીગ સ્ટેશનથી ગુજરાત રાજ્યના મહત્તમ વિસ્તારને પીવાનું પાણી પુરૂં પડાઇ રહ્યું હોવાની કામગીરીથી સચિવશ્રી અભિભૂત થયાં હતાં અને જિલ્લા પાણી પુરવઠા વિભાગની ટીમની શુભેચ્છા પાઠવી હતી.

મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જિન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયા, જિલ્લા પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેરશ્રી નિરવ સોલંકીએ નાવડા પંપીગ સ્ટેશનની તકનિકીથી સચિવશ્રીને માહિતગાર કર્યાં હતાં. આ પ્રસંગે બરવાળા પ્રાંત અધિકારીશ્રી સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.