ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
(એ) કોને લાભ મળી શકે?
૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્વ.
ગરીબી રેખાની યાદીમાં 0 થી ૨૦ સ્કોરમાં નામ નોધાયેલ કુટુંબનો સભ્ય
(બી) અરજી આપવાનું સ્થળ
સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. https://www.digitalgujarat.gov.in/
(સી) અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો
ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.
ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર.
આધાર કાર્ડ
બેન્ક/પોસ્ટ ઓફીસ એકાઉન્ટ
(ડી) યોજના હેઠળ મળવાપાત્ર લાભ
૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- તથા ૮૦ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- માસિક સહાય ચુકવવામાં આવે છે.
(ઇ) સહાયની ચુકવણી
ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.
(એફ) અરજી પત્રક ક્યાંથી મળશે.
જિલ્લા કલેકટર કચેરી.
મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.
નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
https://www.digitalgujarat.gov.in/
મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.
(જી) યોજનાનું અમલીકરણ
સબંધીત મામલતદાર કચેરી.
(એચ) અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે
નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.
(આઇ) સહાય ક્યારે બંધ થાય ?
લાભાર્થીનું નામ ૦ થી ૨૦ ની બી.પી.એલ યાદીમાંથી દુર થતાં
લાભાર્થીઓનું અવસાન થવાથી
રીપોર્ટ.રમેશ જીંજુવાડીયા-મહુવા
9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.