ધ્રાંગધ્રાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર નશાની હાલતમાં ઝડપાયા. - At This Time

ધ્રાંગધ્રાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર નશાની હાલતમાં ઝડપાયા.


ધ્રાંગધ્રા: ગુજરાત પોલીસની કામગીરી સારી જ છે પરંતુ કેટલાક પોલીસકમીઁઑને લીધે સમગ્ર રાજાયની પોલીસનું નામ ખરાબ થાય છે. ત્યારે ખરેખર પ્રજાના મિત્ર અને રક્ષક તરીકે જાણીતા પોલીસના અધિકારી જ નશાની હાલતમાં ઝડપાયા છે. જેમા જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.બી.વસાવા શનિવારે સાંજે નશાની હાલતમાં પોલીસ સ્ટેશન ખાતે હોય જેથી તેઓને નશાની હાલતમાં જ પકડી પાડી ધોરણસર કાયઁવાહી હાથ ધરી હતી. જોકે શુક્રવારે મોડી સાંજે રાવળીયાવદર ગામની દિકરીને ઝેરી દવા પીધેલી હાલતમાં ખાનગી હોસ્પીટલે સારવાર અથેઁ લાવતા તે સમયે દિકરીનુ નિવેદન લેવા આવેલા પી.એસ.આઇ વસાવા દ્વારા ખાનગી હોસ્પીટલમાં જ દિકરી અને તેઓના પરીવારજનો સાથે ગેરવતઁન કરી શરમજનક ભાષાનો પ્રયોગ કયોઁ હતો જે બાબતે ઠાકોર સમાજના આગેવાનો અને જાગૃત નાગરીકો દ્વારા શનિવારે બપોરના સમયે ડિવીઝનના ડી.વાય.એસ.પી તથા જીલ્લા પોલીસ વડાને લેખીત રજુવાત કરાઇ હતી. જે બાદ તુરંત પી.એસ.આઇ વી.બી.વસાવા નશાની હાલતમાં ઝડપાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.