ધ્રાંગધ્રા શહેરના જાહેરમાં રોડ પર કરેલ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ. - At This Time

ધ્રાંગધ્રા શહેરના જાહેરમાં રોડ પર કરેલ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા શહેરની મુખ્ય બજાર કે પછી જાહેર રોડ પર ખાબકેલા દબાણને લઇને ટ્રાફીકની સમશ્યા સજાઁય છે. જેને લઇ પોલીસ દ્વારા યોજવામાં આવતી દરેક શાંતિ-સમિતી બેઠકમા ટ્રાફીકનો પ્રશ્ન ઉદભવ થાય છે ત્યારે શહેરી વિસ્તારમા કરેલ દબાણને તોડી પાડવા નગરપાલિકાને અનેક રજુવાતો બાદ અંતે ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફીસર તથા સ્ટાફ દ્વારા શુક્રવાર તથા શનિવાર એમ બે દિવસ સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી જેમા શહેરના ફુલેશ્વર મહાદેવ મંદિરથી હળવદ રોડ તથા મુખ્ય માગોઁ પર અડચણ ઉભા કરતા જાહેર રોડ પરના દબાણો હટાવવા નગરપાલિકાનો સ્ટાફ પોલીસ પ્રોટેક્શન સાથે બુલડોઝર(જેસીબી) લઇને નિકળ્યો હતો. શહેરના મુખ્ય માગોઁ પર લગભગ ૧૦૦થી પણ વધુ ગેરકાયદેસર દબાણો હટાવી નગરપાલિકાના સ્ટાફ ચિરાગભાઈ સોનગ્રા, જયદિપસિંહ ઝાલા, દિલીપભાઇ ચુડાસમા, જીતેશભાઇ જોષી સહિતનાઓ દ્વારા સફળ કામગીરી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.