ધ્રાંગધ્રા શહેરમાંથી ચોરી કરેલ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો - At This Time

ધ્રાંગધ્રા શહેરમાંથી ચોરી કરેલ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા શહેરમા છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે તેવામાં સ્થાનિક પોલીસ દ્વારા બાઇક ચોરી સહિતના અનડીટેક્ટ ગૃન્હાઓના ડીટેક્શન માટે એક ખાસ પોલીસ ટીમની રચના કરી છે. જેમા આ ટીમના પ્રવીણભાઇ ચાવડાને શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ નજરે પડતા તેની અટકાયત કરી પુછપરછ કરતા પોતે મહેન્દ્ર ત્રિભોવનભાઇ રાઠોડ, રહે: આંમ્બેડકરનગર, ધ્રાંગધ્રા વાળો હોવાનુ જણાવી વધુ પૂછપરછમાં પોતાની પાસે રહેલી બાઇક ફુલેશ્વર મહાદેવ મંદિર નજીકથી ચોરી થયા હોવાનુ જણાવતા પોલીસે ચોરીના બાઇક સાથે શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.