રાજકોટમાં આરોગ્ય વિભાગે સાધુવાસવાણી રોડ-એ.જી. ચોકમાં લાઇસન્સ વિહોણા 18 વેપારીઓને નોટિસ ફટકારી - At This Time

રાજકોટમાં આરોગ્ય વિભાગે સાધુવાસવાણી રોડ-એ.જી. ચોકમાં લાઇસન્સ વિહોણા 18 વેપારીઓને નોટિસ ફટકારી


રાજકોટ મનપાનાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના સાધુ વાસવાણી રોડ તથા એ. જી. ચોક હોકર્સ ઝોનમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 33 વેપારીઓને ત્યાં મનપાની ટીમોએ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ચીઝ, મલાઇ પનીર તેમજ એગ-લેસ માયોનિઝનાં નમૂના લેવાયા હતા. આ સાથે જુદા-જુદા 15 જેટલા નમૂનાની સ્થળ ચકાસણી કરીને 18 વેપારીઓને લાયસન્સ બાબતે નોટિસ અપાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.