રાજુલામા ટોબેકો કંટ્રોલ ફોર્સ દ્વારા તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી દંડ વસુલાયો - At This Time

રાજુલામા ટોબેકો કંટ્રોલ ફોર્સ દ્વારા તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી દંડ વસુલાયો


તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ (કોટપા ૨૦૦૩) કાયદાની અમલવારી,દંડ અને વસુલાત અંગે સામાજીક જનજાગૃતિ સાથે ટોબેકો કોન્ટ્રોલ સ્ક્વોડ દ્વારા રાજુલા શહેરના જાહેર માર્ગો પર કામગીરી હાથ ધરી દંડ વસુલાયો.જેમા ૩૦ જેટલા દુકાન ધારકો પાસેથી કલમ - ૬ હેઠળ કાયદાના ભંગના ટોટલ ૩૦ કેસ કરી ૫૯૦૦ રૂપિયાના દંડની વસૂલાત કરી તેનાથી થતા નુકસાન અંગેની સમજણ અપાઈ.

તમાકુનુ વેચાણ કરતા એકમો,લારી-ગલ્લાઓ ઉપર તમાકુથી કેન્સર થાય તેવા
આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી નામનુ સૂચક બોર્ડ સહિતના નિયમોના ઉલ્લંઘન બદલ સધન કાર્યવાહી હાથ ધરાઈ.આ કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા,કાઉન્સેલર રિયાઝભાઈ મોગલ,સોશ્યલ વર્કર નરેશભાઈ જેઠવા,સુપરવાઇઝર સંજયભાઈ દવે અને પી.ડી.ચૌહાણ તેમજ પોલીસ વિભાગમાંથી હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ગાજીપરા અને ભરતસિંહ ગોહિલ સહિતની ટીમ દ્વારા કરાઈ હતી.જેમા રિયાઝભાઈ મોગલ અને નરેશભાઈ જેઠવા દ્વારા અમરેલી શહેર તેમજ આજુબાજુના તાલુકાઓમા આ રીતે કાર્યવાહી કરી જીલ્લાને તમાકુ મુક્ત કરવામાં સારું યોગદાન આપવામાં આવી રહ્યું છે.

૧૮ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને તમાકુના વ્યસનથી દૂર રાખવા અને વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરવા માટે ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ અમરેલી દ્વારા રાજુલા સહિત અન્ય તાલુકાઓમાં પણ કામગીરી કરવામાં આવનાર હોવાનું ઈ.એમ.ઓ.ડૉ.એ.કે.સિંઘ દ્વારા જણાવેલ તેમજ રાજુલામા દંડાત્મક કાર્યવાહીની સાથે સાથે લોકોને તમાકુના વ્યસનથી દૂર રહી જાહેરમાં ધુમ્રપાન ન કરવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા દ્વારા અપીલ કરેલ જે યાદીમાં જણાવેલ છે.

અહેવાલ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.