રોકડ રૂ.૧૨,૦૮૦/- સહિત કુલ રૂ.૨૭,૦૮૦/-નાં મુદ્દામાલ સાથે વરલી મટકાનાં આંકડાનો જુગાર રમાડતાં એક માણસને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

રોકડ રૂ.૧૨,૦૮૦/- સહિત કુલ રૂ.૨૭,૦૮૦/-નાં મુદ્દામાલ સાથે વરલી મટકાનાં આંકડાનો જુગાર રમાડતાં એક માણસને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર તથા ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોર્ડનાં માણસો મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મહુવા,

વીટીનગર. યોગેશ્વર એપાર્ટમેન્ટ પાસે જાહેર જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને સંયુકત રીતે મળેલ બાતમી આધારે રેઇડ દરમ્યાન નીચે મુજબનાં માણસો વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ ફેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

આરોપીઓઃ-

- કલ્પેશ ઉર્ફે લાલજી ઉર્ફે લોબડી રામજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૭ ધંધો-મજુરી રહે. યોગેશ્વર એપાર્ટમેન્ટ,વીટીનગર, મહુવા

2. પુથ્વીરાજસિંહ ઉર્ફે ભયલુ મહાવિરસિંહ ચુડાસમા રહે.પંડયા શેરી, વાસીતળાવ, મહુવા (પકડવાનાં બાકી)

કબ્જે કરેલ મુદામાલ-

બોમ્બે વરલી મટકાના આંકડા લખેલ સાહીત્ય તથા મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/- તથા રોકડા રૂ.૧૨.૦૮૦/- મળી કુલ કિં.રૂ.૨૭,૦૮૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી બી જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફના ચેતનસિંહ સરવૈયા, તરૂણભાઇ નાંદવા, ભદ્રેશભાઇ પંડ્યા

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.