ઉપલેટામાં પોલીસ દ્વારા પોલીસ માટેનો એક દિવસીય રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયો: જેતપુર ડી.વાય.એસ.પી. રોહિતસિંહ ડોડીયા બન્યા મેન ઓફ ધ મેચ એન્ડ મેન ઓફ ધ સિરીઝ - At This Time

ઉપલેટામાં પોલીસ દ્વારા પોલીસ માટેનો એક દિવસીય રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયો: જેતપુર ડી.વાય.એસ.પી. રોહિતસિંહ ડોડીયા બન્યા મેન ઓફ ધ મેચ એન્ડ મેન ઓફ ધ સિરીઝ


ઉપલેટા પોલીસે, ધોરાજી પોલીસ, જેતપુર પોલીસ, એસ.ઓ.જી. તેમજ એલ.સી.બી. વચ્ચે યોજાયો પોલીસ માટેનો ક્રિકેટ મેચ

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૨૧ માર્ચ ૨૦૨૩, ઉપલેટા શહેરમાં ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના લાભાર્થે ચાલી રહેલા રાત્રે પ્રકાશ ક્રિકેટ મેચની અંદર રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસની ચાર ટીમો વચ્ચેનો ક્રિકેટ મેચ યોજવામાં આવ્યો હતો. આ ક્રિકેટ મેચની અંદર ઉપલેટા પોલીસ, ધોરાજી પોલીસ, જેતપુર પોલીસ અને રાજકોટ રૂરલ એસ.ઓ.જી. અને રાજકોટ રૂરલ એલ.સી.બી. પોલીસની ચાર ટીમો વચ્ચે રાજકોટ રૂરલ પોલીસ દ્વારા જબરદસ્ત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવ્યો હતો જેમાં ફાઇનલ મેચની અંદર જેતપુર પોલીસ ટીમ વિજેતા બની હતી અને શાનદાર પ્રદર્શન બદલ જેતપુર ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયા મેન ઓફ ધ મેચ એન્ડ મેન ઓફ ધ સિરીઝ બન્યા છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટામાં ચાલી રહેલ રાત્રી પ્રકાશ ક્રિકેટ મેચની અંદર ઉપલેટા પોલીસ દ્વારા ફક્ત પોલીસ માટે એક દિવસ માટે આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ મેચમાં પ્રથમ રાઉન્ડમાં રાજકોટ રૂરલ એસ.ઓ.જી. અને રાજકોટ રૂરલ એલ.સી.બી. પોલીસની ટીમ સામે ઉપલેટા પોલીસનો મેચ પ્રથમ રાઉન્ડ રમવામાં આવ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં ઉપલેટા પોલીસ ટીમ વિજેતા બની ફાયનલ મેચમાં પહોંચી હતી. જ્યારે બીજો રાઉન્ડ જેતપુર પોલીસ અને ધોરાજી પોલીસ વચ્ચે રમવામાં આવ્યો હતો જેમાં જેતપુરની ટીમ વિજેતા બનતા ઉપલેટા સામે ફાયનલ મેચમાં આમને-સામને આવી હતી.

ઉપલેટા પોલીસ દ્વારા રાજકોટ જિલ્લા પોલીસનો યોજાયેલ ક્રિકેટ મેચમાં ફાયનલ મેચમાં જેતપુર પોલીસ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી અને દસ ઓવરના અંતે જેતપુર પોલીસ ટીમે ૧૫૭ રનનો ટાર્ગેટ બનાવી ઉપલેટા પોલીસ ટીમને ૧૫૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ફાયનલ મેચમાં ઉપલેટા પોલીસ ટીમને જેતપુર પોલીસ ટીમ સામે ૨૫ રને હરાવી હતી અને ઉપલેટા પોલીસ ટીમ ફાઇનલમાં રનર્સઅપ થઈ હતી. ઉપલેટા યોજાયેલ આ ક્રિકેટ મેચમાં ફાઈનલમાં શાનદાર પ્રદર્શન બદલ જેતપુર પોલીસ ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ થયા હતા. આ બે રાઉન્ડમાં જેતપુર ડી.વાય.એસ.પી. રોહિતસિંહ ડોડીયાએ પ્રથમ રાઉન્ડમાં ૧૦૧ રન કર્યા હતા. આ સાથે ફાયનલ રાઉન્ડમાં ૯૬ રન બનાવ્યા હતા અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

ઉપલેટા શહેરના તાલુકા શાળાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપલેટા પોલીસ દ્વારા યોજવામાં આવેલ આ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્ના મેચની અંદર વિજેતા ટીમને વિજેતા ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને રનર્સઅપ ટીમને પણ શાનદાર પ્રદર્શન બદલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં આ ક્રિકેટ મેચનું આયોજન ઉપલેટા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતી અને સંપૂર્ણ આયોજનની દેખરેખ ઉપલેટા પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.કે. જાડેજા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ મેચને જોવા માટે ક્રિકેટ પ્રેમી જનતા તેમજ પોલીસ પરિવાર બહોળી સંખ્યામાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.