ભાયાવદરના ચકલી પ્રેમી દ્વારા દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી લોકોમાં ફેલાવાઈ જાગૃતતા - At This Time

ભાયાવદરના ચકલી પ્રેમી દ્વારા દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી લોકોમાં ફેલાવાઈ જાગૃતતા


શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શહેરમાં રેલી કાઢી ચકલી માટેના માળા અને પાત્રો કરાયા વિતરણ

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૨૧ માર્ચ ૨૦૨૩, ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના નરેન્દ્ર ફળદુ છેલ્લા દસ વર્ષથી લુપ્ત થઈ રહેલી ચકલીઓની પ્રજાતિઓને બચાવવા માટે અનહદ પ્રયાસો કરે છે અને ચકલીઓને બચાવવા માટેના તમામ કાર્યો અને સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. ૨૦ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાયાવદર ખાતે ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતતા રેલી કાઢી અને ચકલીઓના માળા, ચણ માટેની વસ્તુઓ અને પાણીના માટેના પાત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે.

ચકલી બચાવ અભિયાન ચલાવતા નરેન્દ્ર ફળદુએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૧૦ વર્ષથી લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિને બચાવવા માટે અનેક સેવાકીય કાર્યો પ્રયત્ન અને ચકલી માટે માળા, ચણ માટેના પાત્રો અને પાણી માટેના કુંડાઓ સહિતના પાત્રોનું લાખોની સંખ્યામાં વિતરણ કરે છે.

વધુમાં ચકલી પ્રેમી નરેન્દ્ર ફળદુએ જણાવ્યું છે કે, ચકલીનું રક્ષણ કરવાથી પર્યાવરણનું રક્ષણ થાય છે. જ્યારે પણ ચકલી આપણા આંગણામાં આવે તો આપણું આંગણું પણ ચકલીના મીઠા અવાજથી ગુંજી ઊઠે છે અને મન સૌ કોઈનું મોહી લે છે. આ નાની સી ચકલી ને બચાવવા અને તેમનું સરક્ષણ કરવા માટે તેમના દ્વારા વર્ષ દરમિયાન અંદાજિત બે લાખ જેટલા માળાઓનું વિતરણ કરવામાં આવે છે. આ સાથે જ ચણ માટેની હજારો પાત્રો ઉપરાંત ચકલી તેમજ અન્ય પક્ષીઓને પીવા માટેના પાણી માટે તેમના દ્વારા હજારોની સંખ્યામાં પાણીના પાત્રો એટલે કે મટકાવો પણ વિતરણ કરી લોકોને સહકાર આપવા પણ અપીલ કરે છે

ભાયાવદર ચકલી બચાવ અભિયાનના નરેન્દ્ર ફળદુ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિતે ભાયાવદર શહેરમાં એકલવ્ય એકેડમી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક રેલી કાઢવામાં આવી હતી જેમાં “ચકલી બચાવો, પર્યાવરણ બચાવો” ના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી અને લોકોને ચકલી બચાવવા માટે જાગૃત કરાયા હતા. રેલી બાદ તમામ ઉપસ્થિત લોકોને ચકલીના માળા, કુંડા અને ચણ માટેની ડિશ આપવામાં આવી હતી અને અપીલ પણ કરવામાં આવી હતી કે લુપ્ત થતી ચકલીની જાતિને બચાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ અને પર્યાવરણમાં પણ સુધારો લાવવા માટે લોકોએ મદદરૂપ થવું જોઈએ તેવી પણ વિનંતી કરી છે.

તસવીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon