સુરત શહેર ની વિવિધ સામાજિક સંસ્થા ઓના સંકલન થી ચકલી દિન ની ઉજવણી "રામ કી ચીડિયા રામ કા ખેત ખાલે ચીડિયા ભર ભર પેટ" ચણપાત્ર પક્ષીમાળા કુંડા વિતરણ - At This Time

સુરત શહેર ની વિવિધ સામાજિક સંસ્થા ઓના સંકલન થી ચકલી દિન ની ઉજવણી “રામ કી ચીડિયા રામ કા ખેત ખાલે ચીડિયા ભર ભર પેટ” ચણપાત્ર પક્ષીમાળા કુંડા વિતરણ


સુરત શહેર ની વિવિધ સામાજિક સંસ્થા ઓના સંકલન થી ચકલી દિન ની ઉજવણી

"રામ કી ચીડિયા રામ કા ખેત ખાલે ચીડિયા ભર ભર પેટ" ચણપાત્ર પક્ષીમાળા કુંડા વિતરણ

સુરત.૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે અને માનવ સેવા સાથે પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સૂક્ષ્મ જીવ સેવા અર્થે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ૧૯ માર્ચ ના રોજ જય ભગવાન ચેરીટેબલ ટ્રસ્ટ સુરત , મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત પ્રેમવતી ગોલ્ડ સોશ્યલ ગ્રુપ સુરત શ્રી મહાકાળી ગેજેટ શોપ ગ્રીન આર્મી ના મોભી મનસુખભાઈ કસોદરિયા સંજયભાઈ નારોલા જીતેન્દ્રભાઈ બાબરીયા નિલેશભાઈ પાલડીયા મયુરભાઇ સતાસિયા નિલેશભાઈ નારોલા દ્વારા પ્રેરણાત્મક સેવાત્મક પ્રવૃત્તિ ની પરંપરા જાળવી રાખી જ્યારે જાહેર જનતાઓએ પણ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહી ચકલી બચાવો અભિયાન માં જોડાઈ અને પક્ષીઓ માટે માળા અને બર્ડ ફીડર લેવા ઉમટી પડ્યા હતા ઉપર્યુક્ત તમામ સંસ્થા અને સેવા મિત્રો ના જણાવ્યા અનુસાર એક સંદેશ પણ આપ્યો છે બાળપણની યાદો તાજી કરતું પક્ષી. ભારત દેશને પણ સોને કી ચીડિયાની ઉપમા આપવામાં આવે છે. એ જ ચકલી હવે કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગઇ છે. આજે વિશ્વ ચકલી દિવસ છે. દર વર્ષે ૨૦ મી માર્ચે પક્ષી વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. હાલમાં ચકલીની જાતિ લુપ્ત થવાના આરે છે.તો ચાલો સૌ સાથે મળી ને વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરીએ. માનવ નો સૌ પ્રથમ ધર્મ માનવ ધર્મ છે આ સૃષ્ટિ ના તમામ જીવાત્મા નું કલ્યાણ થાય તેવા આપણી શક્તિ મુજબ પ્રયાસ કરતા રહેવું જોઈએ રામ કી ચીડિયા રામ કા ખેત ખાલે ચીડિયા ભર ભર પેટ ના હદયસ્પર્શી સદેશ સાથે જાહેર સ્થળો એ મોટી સંખ્યા માં માળા કુંડા ચણપાત્ર વિતરણ કરાયું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.