રાજકોટમાં 23 લાખની કફ સિરપની 13,338 બોટલ સાથે સાળાની ધરપકડ, બે ઢાંકણા સિરપમાં સોડા મિક્સ કરી લોકોને નશો કરાવતા - At This Time

રાજકોટમાં 23 લાખની કફ સિરપની 13,338 બોટલ સાથે સાળાની ધરપકડ, બે ઢાંકણા સિરપમાં સોડા મિક્સ કરી લોકોને નશો કરાવતા


રાજકોટમાં સાળા-બનેવી લોકોને નશેડી બનાવતા હોય તેમ નશાકારક સિરપનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હતા. આ અંગે SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટી પાછળ અમૃત પાર્ક શેરી નં.7માં એક મકાનમાં ગેરકાયદે નશાકારક કફ સિરપની બોટલોનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે, તેમજ મિતેશ નામનો શખસ આ જથ્થાનું બિનઅધિકૃત રીતે વેચાણ કરે છે. બાતમીના આધારે SOG ટીમે દરોડો પાડતા મકાનના રૂમમાંથી 13,338 કફ સિરપની બોટલ મળી આવી હતી. આ બોટલની કિંમત રૂ.23,07,900 થાય છે. બોટલમાંથી બે ઢાંકણા સિરપમાં સોડા મિક્સ કરી લોકોને નશો કરાવતો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.