રાજકોટમાં ભરાડ સ્કૂલમાં ધો.10ની પરીક્ષામાં સપ્લીમેન્ટરી 10-15 મિનિટ મોડી આવી, વિદ્યાર્થીઓએ કહ્યું- 5 માર્ક કરતા વધુનું પેપર છૂટી ગયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/304lc6zfpdfxrpv9/" left="-10"]

રાજકોટમાં ભરાડ સ્કૂલમાં ધો.10ની પરીક્ષામાં સપ્લીમેન્ટરી 10-15 મિનિટ મોડી આવી, વિદ્યાર્થીઓએ કહ્યું- 5 માર્ક કરતા વધુનું પેપર છૂટી ગયું


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. જેમાં આજે ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવામાં આવી હતી. આજની પરીક્ષામાં બોર્ડની વ્યવસ્થાના અભાવના કારણે રાજકોટની ભરાડ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમય ઓછો પડતા પેપર અધૂરું મૂકવું પડ્યું હતું. જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળા બહાર એકઠા થઈ હોબાળો કર્યો હતો. આગામી સમયમાં અન્ય પરીક્ષામાં આવું ન થાય તેવી માગ કરી હતી. વિદ્યાર્તીઓએ કહ્યું હતું કે, 5 માર્ક કરતા વધુનું પેપર છૂટી ગયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]