સ્વાતિ સંસ્થા દ્વારા આંતરાષ્ટ્રીય મહિલા દીવસની છઠ્ઠી માર્ચના રોજ સંતરામપુર ખાતે આનંદ ઉત્સાહ સાથે ઉજવણી - At This Time

સ્વાતિ સંસ્થા દ્વારા આંતરાષ્ટ્રીય મહિલા દીવસની છઠ્ઠી માર્ચના રોજ સંતરામપુર ખાતે આનંદ ઉત્સાહ સાથે ઉજવણી


સ્વાતિ – સોસાઇટી ફોર વુમનસ એક્શન એન્ડ ટ્રેનિંગ ઇનિશિએટીવ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છઠ્ઠી માર્ચના રોજ સંતરામપુર ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં શ્રી સરસ્વતી વિધ્યાલય વાંકડી, ગવર્નમેન્ટ સેકન્ડરી સ્કૂલ પાંચમુવા, આજણવા પ્રાથમિક શાળા અને વાંકડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ચાર ગામની કબડ્ડીની ટીમની કિશોરીઓ, મહિલાઓ મળીને 116 ભાગ લેનાર હતા. શાળા અને કબડ્ડીની ટીમ તરફથી નાટક, વકૃત્વ, ચિત્ર, કહેવત નો મથારો, કહી અને કહી બાતે, રંગોળી જેવી અલગ પ્રવૃતિઓના કિશોરીઓએ પોતાના જીવનમા સંઘર્ષોની વાત જણાવી જેમ કે ભણવાને લઈને, બાળ લગ્ન, ઈચ્છા વિરુદ્ધ પસંદગીના નિર્ણય ઘરના લે, સ્કૂલ ડ્રોપ આઉટ, પોતાના સપના જણાવ્યા, મહિલાઓને કટાક્ષ કરતી કેહવતોની ચર્ચા થઈ. કિશોરીઓને સોનેરી ઉચ્ચારણ “તેઓને ભણાવવા માટે કુટુંબમાંથી નકારાત્મક વલણ હતું. જેમા તેમની માતા દ્વારા બદલાવ લાવીને અત્યારે કોલેજ અભ્યાસ સુધી પહોંચ્યા છે, સપનામા પોતાનું ઘર મોટું જોઈએ છે, મને ફરવાનું ખૂબ જ ગમે છે, મારા પગ પર ઊભા રહેવા માંગુ છું”

ઉજવણી સ્થળ - શ્રી સરસ્વતી વિધ્યાલય વાંકડી.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.