આજે શિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારની નીતિઓ સામે ધરણા પ્રદર્શન કરાયું - At This Time

આજે શિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારની નીતિઓ સામે ધરણા પ્રદર્શન કરાયું


હાલ આખો દેશ જેમાં ખાસ કરીને મધ્યમ અને સામાન્ય વર્ગ મોદી સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે.સામાન્ય માણસની મહેનતની બચતના ખર્ચે તેમના નજીકના મિત્રો અને પસંદગીના ધનપતિઓ ને ફાયદો થાય તેવી નીતિઓ અપનાવી રહી છે. ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગ રોડે આવી જાય તેવી નીતિઓ સામે સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સિહોર સ્થિત SBI બેંક અને LIC ઓફિસ ખાતે ધરણા પ્રદર્શન સુત્રોચાર કરી સિહોર શહેર અને તાલુકા ની જનતા વતી વિરોધ નોંધાવ્યો હતો કાર્યક્રમ મા
સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ તથા સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સી.કે.પટેલ ધીરુભાઇ ચૌહાણ કિરણભાઇ ધેલડા કિશનભાઇ મહેતા કેતનભાઇ જાની કરીમભાઇ સરવૈયા રાજુ ગોહિલ ધવલ પલાણીયા કીરીટસિહ મોરી જયરાજસિહ મોરી ડી પી રાઠોડ નૌશાદ કુરેશી ચેતન ત્રિવેદી ગોવિંદભાઈ મોરી કેશુભાઇ ભગત અશોક બુદ્ધભટી રહીમ મહેતર ઇશ્વર ભાઇ નમસા વિગેરે જોડાયા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.