હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મારૂતી સુઝુકી કંપનીની બલેનો કારનો અનડીટેક્ટ ગુનાનો નેત્રમ કમાન્ડ કંન્ટ્રોલ તેમજ પોકેટ કોપની મદદથી ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મારૂતી સુઝુકી કંપનીની બલેનો કાર તેમજ ચોરી કરવામાં વપરાયેલ પલ્સર મોટર સાયકલ સાથે એક ઇસમને ઇન્દોર (મધ્યપ્રદેશ) થી પકડી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ,
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મારૂતી સુઝુકી કંપનીની બલેનો કારનો અનડીટેક્ટ ગુનાનો નેત્રમ કમાન્ડ કંન્ટ્રોલ તેમજ પોકેટ કોપની મદદથી ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મારૂતી સુઝુકી કંપનીની બલેનો કાર તેમજ ચોરી કરવામાં વપરાયેલ પલ્સર મોટર સાયકલ સાથે એક ઇસમને ઇન્દોર (મધ્યપ્રદેશ) થી પકડી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ,
પોલીસ મહાનિરીક્ષકશ્રી અભયચુડાસમા સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગરનાઓએ વાહન ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી વિશાલકુમાર વાઘેલા સાહેબ, સાબરકાંઠા નાઓએ આપેલ સુચના અન્વયે વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે.પટેલ હિંમતનગર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન એ પાર્ટ નં- ૧૧૨૦૯૦૧૭૨૩૦૧૧૩/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબની ફરીયાદના કામે મારૂતી સુઝુકી કંપનીની બલેનો કાર નંબર-એમ.પી.૦૯-ડબલ્યુ.ડી. -૦૨૪૫ કિ.રૂ. ૨,૪૫,૦૦૦/- ની ચોરાયેલ હોય સદર ગુન્હો શોધી કાઢી મુદ્દામાલ રીકવર કરવા સારૂ અમો વાય.બી.બારોટ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા અનાર્મ હેડ કોન્સ પ્રવિણભાઇ મોતીભાઇ તથા આપોકો ચંદુભાઇ નાનજીભાઇ તથા આપોકો ભાવેશસિંહ રામસિંહ તથા લોકરક્ષક કુલદીપકુમાર અજયભાઇ તથા અપોકો રાકેશસિંહ જસવંતસિંહ તથા આપોકો જતીનકુમાર નટુભાઇ નાઓ તે દિશામાં સતત પ્રયત્નશીલ રહેલ દરમ્યાન નેત્રમ કમાન્ડ કંન્ટ્રોલ રૂમ હિંમતનગરના ઇન્ચાર્જ શ્રી આર.કે.રાવત પોલીસ સબ ઇન્સપેકટર તથા અપોકો હરસિધ્ધસિંહ જવાનસિંહ તથા અપોકો પાર્થકુમાર શામળભાઇ નાઓ મારફતે નેત્રમ કમાન્ડ કંન્ટ્રોલ રૂમ હિંમતનગરના ફુટેજ ચેક કરતાં ચોરાયેલ મારૂતી સુઝુકી કંપનીની બલેનો કાર સાથે એક શંકાસ્પદ મોટર સાયકલ નજરે પડેલ જે શંકાસ્પદ પલ્સર મોટર સાયકલના માલીક બાબતે પોકેટ કોપથી માહીતી મેળવતાં ઇમરાનખાન અસગરખાન રહે. પચોર,રાજગઢ મધ્યપ્રદેશનો હોવાનુ જણાઇ આવતાં અને ચોરાયેલ મારૂતી સુઝુકી કંપનીની બલેનો કારનુ રજીસ્ટ્રેશન પણ મધ્યપ્રદેશ રાજ્યમાં થયેલ હોય જેથી તે દિશામાં ટીમ મારફતે ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે જઇ તપાસ કરતાં પલ્સર મોટર સાયકલના માલીક ઇમરાનખાન અસગરખાન રહે. પચોર,રાજગઢ મધ્યપ્રદેશ તથા શાહબાજ અંન્સારી રહે.જુના રીસાલા, સદર બજાર ઇન્દોર મધ્યપ્રદેશ બંનેએ મારૂતી સુઝુકી કંપનીની બલેનો કાર નંબર-એમ.પી.૦૯-ડબલ્યુ.ડી. -૦૨૪૫ ની ચોરી કરેલાનુ જણાઇ આવતાં ચોરાયેલ મારૂતી સુઝુકી કંપનીની બલેનો કાર તેમજ ચોરી કરવામાં વપરાયેલ પલ્સર મોટર સાયકલ સાથે આરોપી ઇમરાનખાન અસગરખાન હાલ રહે.- ૨૦૭ સમ્રાટનગર, ખજરાના, ઇન્દોર તા.જી.-ઇન્દોર મધ્યપ્રદેશ, મુળ રહે. વોર્ડ-નં-૭ શીવાલય રોડ, કુશવાહ મહોલ્લા, પચોર તા. પંચોર જી.રાજગઢ મધ્યપ્રદેશ વાળાને પકડી પાડી અનડીટેક્ટ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરેલ છે તા.૦૩/૦૩/૨૦૨૩
ગુન્હા ના કામે રીકવર કરેલ મુદ્દામાલ –
(૧) મારૂતી સુઝુકી કંપનીની બલેનો કાર નંબર-એમ.પી.૦૯-ડબલ્યુ.ડી. -૦૨૪૫ કિ.રૂ. ૨,૪૫,૦૦૦/- (૨) પલ્સર મોટર સાયકલ એમ.પી.૦૯-ઝેડ.જે.-૪૫૨૧ કિ.રૂ.૧,૦૦,૦૦૦/-
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.