મહુવા તાલુકાના વડલી ખાતે SMC ફેડરેશનનું સંમેલન યોજાયું - At This Time

મહુવા તાલુકાના વડલી ખાતે SMC ફેડરેશનનું સંમેલન યોજાયું


ભાવનગર જિલ્લાના મહુવા મુકામે AIF ના સહયોગથી અને સ્વદીપ સંસ્થાના માર્ગદર્શન હેઠળ મહુવા તાલુકા અને ભાવનગર જિલ્લા કક્ષાના SMC કમિટીના સભ્યો અને મહુવા તાલુકા SMC ફેડરેસનના સભ્યો નું સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં મહુવા તાલુકાના T.P.O સંજયભાઇ રાઠોડ તથા સ્વદીપ સંસ્થાના ડેન્ટલ પ્રોજેક્ટના ડો.મિતલબેન કટારિયા,જયસુખભાઈ નંદવા, હરેશભાઈ શિયાળ,HDRC સંસ્થાના વિક્રમભાઈ ઢાપા,યુવા કોળી સમાજ પ્રમુખ ચંદુભાઈ ભાલિયા, સામાજીક કાર્યકર રમેશભાઈ જીંજુવાડિયા-મોટા ખુંટવડા,વિઠલભાઈ સોલંકી,અરવિંદભાઇ વાઘ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં SMC કમિટીની રચના,કાર્યો,ફરજો, મહિલા કેળવણી ,રાઇટ ટૂ એજયુકેસન (મફત શિક્ષણ) અને મજૂરી અર્થે બહાર જતાં વાલીઓના બાળકો ને પોતાના જ ગામ માં રહેવા જમવાની વ્યવસ્થા મળી રહે તે માટે સિજનલ હોસ્ટેલ શરૂઆત કરવા અંગેની જાણકારી આપવામાં આવી હતી તેમજ દાંત અંગે ની કાળજી રાખવી અને તેમાં થતી સારવાર અંગે ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વધુમાં નાગરિક અધિકાર અંગે ની જાણકારી આપવામાં આવી, ગ્રુપ ચર્ચામાં પોતાના વિસ્તારના મુખ્ય પ્રશ્નોની ચર્ચા કરેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે SMC ફેડરેસના પ્રમુખ કવાડ પ્રવીણભાઈ તથા શિયાળ બલદીપભાઈ તથા સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમ નું એંકરીંગ રાજેશ દલ દ્વારા કરવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.